તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પિતાના બારમાનાં દિવસે પોલીસે મારા પર કાર્યવાહી કરી તો હવે પોલીસ કેમ ચૂપ છે ?

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર ચોપાટી ખાતે જાહેરનામાના ભંગ બદલ ભાજપના અગ્રણીઓ સામે કાર્યવાહી કરો
  • ભાજપના અગ્રણીઓને ખાતમુહૂર્ત કરતા શરમ આવવી જોઈએ - કોંગ્રેસ આગેવાન

પોરબંદરની ચોપાટી ખાતે ગત રવિવારે એમ્બ્યુલન્સ લોકાર્પણ અને ફૂડઝોન ખાતમુહૂર્ત યોજી ભાજપના સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત 25 થી વધુ કાર્યકરો એકઠા થયા હતા. મહત્વની વાત એ છે કે જાહેરનામાનો ભંગ થયો હોવા છતાં પોલીસ મૌન સેવીને બેઠી છે ત્યારે કાયદો બધા માટે એક સરખો હોવો જોઈએ. ભાજપને આ નિયમો લાગુ નથી પડતા તેવું પોરબંદરના ગુજરાત પ્રદેશ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવી વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે લગ્ન અને મરણ પ્રસંગે સરકારે મર્યાદિત સંખ્યામાં હાજર રહેવા જણાવ્યું છે અને જાહેરનામું પણ છે.

ત્યારે પોલીસ સામાન્ય નાગરિકો સામે દંડ અને ગુન્હા દાખલ કરે છે. ભાજપને આ નિયમ લાગુ પડતો નથી. કોરોનાને કારણે માણસો મરે છે, સ્મશાનમાં વેઇટિંગ છે ત્યારે ભાજપના આગેવાનો ધરણા કરે છે અને ખાતમુહૂર્ત કરે છે. તેઓને શરમ આવવી જોઈએ. કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. દિવ્ય ભાસ્કર દ્વારા પોરબંદર એસપી રવિ મોહન સૈનીને આજે પણ 2 વખત ફોન કર્યા હતા છતાં તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.

પહેલા મારા માતા અને પછી મારા પિતા નું મૃત્યુ થયું હતું. પિતાના બારમાની ક્રિયા ચાલુ હતી અને પરિવારજનો આવ્યા હતા. તે વખતે પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી મને લઈ ગઈ હતી. સારો પ્રસંગ મોકૂફ રાખી શકાય પણ બારમાનો પ્રસંગ મોકૂફ કેમ રાખવો. આમછતાં મારા પર ગુન્હો નોંધ્યો તો મને કોઈ વાંધો નથી. પરંતુ ચોપાટી પર જે જાહેરનામાનો ભંગ થયો તેના પર પણ ગુન્હો નોંધવો જોઈએ. અમારા પર માતા પિતાની છત્રછાયા નથી રહી. નાના માણસ છીએ. મારા પર ગુન્હો નોંધ્યો વાંધો નથી પણ આગેવાનો સામે ગુન્હો નોંધવો જોઈએ. - ભાવિન કૃષ્ણવડા

અન્ય સમાચારો પણ છે...