બેદરકારી:સરકારે શિશુ સ્વાગત કેન્દ્રનો પ્રચાર- પ્રસાર કર્યો હોત તો માસુમ બાળકી બચી ગઈ હોત

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્યજાયેલા બાળકોના પુન:સ્થાપન માટે સુસ્વાગત કેન્દ્ર શરૂ કરાયું હતું, નગરજનો પણ આવા સેન્ટરથી અજાણ - કોંગ્રેસ

પોરબંદરમાં થોડા દિવસ પહેલા સગીરાએ માસૂમ બાળકીને જન્મ આપ્યો હતો અને તેને ખાડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે. તેથી પોરબંદર કોંગ્રેસે જણાવ્યું કે સરકારે શિશુ સ્વાગત કેન્દ્રનો પ્રચાર-પ્રસાર કર્યો હોત તો આ માસૂમ બાળકી બચી ગઈ હોત.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ મંત્રને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં કર્લીપુલ નજીક નવજાત બાળકને ફેંકી દેવાની અને મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ સૌ પોરબંદરવાસીઓના માનસપટ પર ગંભીર છાપ છોડી છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આવા ત્યજાયેલ બાળકોના પુન:સ્થાપન માટે જિલ્લા કક્ષાએ સુસ્વાગત કેન્દ્ર એટલે કે પારણા પોઇન્ટ લેડી હોસ્પિટલ જુના ફુવારાની બાજુમાં કોરોના સમય દરમિયાન શરૂ કરાયું હતું.

પરંતુ તેનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું નથી તેથી લોકો તેનાથી અજાણ છે. આ અંગે રામદેવભાઈએ જણાવ્યું હતું કે સરકારની બીજી યોજનાની જેમ આ યોજનાનો અને માહિતીનો પ્રચાર પ્રસાર યોગ્ય રીતે કરવામાં આવ્યો હોત તો આવી પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. તેમણે આ કેન્દ્ર વિષે જણાવ્યું હતું કે અહીં ત્યજનાર બાળકના માતાની ઓળખ ગુપ્ત રહે અને બાળકને સલામતી અને આરોગ્ય, પોષણ મળી રહે તેવા હેતુથી તમામ જવાબદારી રૂપાળીબા લેડીઝ હોસ્પિટલને આપવામાં આવેલ છે. કેન્દ્રમાં એક ઘોડીયુ મુકવામાં આવ્યું છે.

જે ઘોડિયામાં સેન્સર પણ રાખવામાં આવ્યું છે જેથી કોઈ નવજાત શિશુ આ કેન્દ્ર ખાતે મુકવા આવે તો તુરંત એલાર્મ વાગે અને નજીકમાં રહેલ લેડી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને આ અંગે જાણ થઈ જાય અને તુરત જ બાળકની સારસંભાળ લઈ શકાય. તેમણે વધુમાં જણાવ્યું કે જો આ શિશુ સ્વાગત કેન્દ્ર અંગે સરકાર જાગૃત બનીને પ્રચાર-પ્રસાર કરવામાં આવે તો આવા અનેક ત્યજાયેલા શિશુઓના જીવ બચાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...