તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂતકાળનું ચૂંટણી પરિણામ:ભાજપ ઉમેદવારના ફોર્મ રદ્દ થયા હતા તો એક વખત ટાઇ સર્જાઇ'તી

પોરબંદર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2010માં પોરબંદર પાલિકાના 14 વોર્ડની 42 બેઠક પૈકી 21 ભાજપ, 21 કોંગ્રેસને મળી 'તી
 • છેલ્લા બે દાયકાના ઇતિહાસમાં મોટા ભાગની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી
 • વહીવટી તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત, રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત
 • પોરબંદર નગરપાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં બબ્બે વખત આકસ્મિક રાજકિય સંયોગો રચાયા હતા

પોરબંદર જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ યોજાશે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ માટે રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, કોણ ચુંટાશે એ તો મતદાર જ નક્કી કરશે, અગાઉ પણ પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બે અણધાર્યા વણાંક આવ્યા હતા, જેમાં એક વખત પોરબંદર પાલિકામાં ચુંટણી લડી રહેલા ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા, મહદઅંશે એકતરફી કોંગ્રેસ પક્ષ બીનહરિફ થઇ ગયો હતો તો એક વખત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાલિકાની ચુંટણીના પરીણામોમાં ટાઇ સર્જાણી હતી.

ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય ધમધમાટ શરૂ થઇ ગયો છે. એક તરફ પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકા તથા પોરબંદર જિલ્લાની પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ત્રણેય તાલુકા પંચાયતો અને પોરબંદર જિલ્લા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. ત્યારે જાહેર થયેલી ચુંટણીઓને લીધે વહીવટી તંત્ર ચુંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઇ ગયુ છે તો રાજકીય પક્ષો પણ મતદારોને રીઝવવા માટે અલગ અલગ આયોજનો કરવામાં વ્યસ્ત થઇ ગયા છે. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં આમતો કાંટાની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે પરંતુ આ વખતે અમુક અમુક બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે. પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના છેલ્લા બે દાયકાના ઇતિહાસમાં મોટા ભાગની ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઇતિહાસમાં બે વખત આકસ્મિક રાજકીય સંયોગ પણ રચાયા હતા. જેના લીધે ચુંટણીના પરીણામોમાં અણધાર્યા વણાંક આવ્યા હતા.

જેમાં વર્ષ-૨૦૦૦ ની સાલમાં યોજાયેલી પાલિકાની ચુંટણીઓમાં ભાજપના તમામ ૪૨ ઉમેદવારોના ફોર્મ સાથે ‘ક’ અને ‘ખ’ ફોર્મમાં જે પક્ષનો ‘મેન્ડેટ’ આપવાનો હોય છે તે મેન્ડેટ સમય પૂરો થઇ ગયો ત્યાં સુધી ન અપાયો હોવાને લીધે ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ રદ્દ કરાયા હતા અને તે વખતે પાલિકાની ચુંટણીમાં મહદઅંશે કોંગ્રેસ બીનહરિફ ચુંટાઇ આવી હતી. તો વર્ષ-૨૦૧૦ ની સાલમાં પોરબંદર પાલિકાના ૧૪ વોર્ડની ૪૨ બેઠકોના જાહેર થયેલા પરીણામોમાં ૨૧ બેઠક ભાજપને અને ૨૧ બેઠક કોંગ્રેસને મળતા બન્ને પક્ષ વચ્ચે ટાઇ સર્જાણી હતી અને તે વખતે ભાજપે સતાવાર રીતે રજૂ કરેલા પ્રમુખના દાવેદાર સામે કોંગ્રેસે ભાજપના ચુંટાયેલા મહિલા ઉમેદવાર મંજુલાબેન રામજીભાઇ લોઢારીનું નામ પ્રત્સાવિત કરી તેને ટેકો જાહેર કરતા મંજુલાબેનના પ્રમુખપદે કોંગ્રેસના ટેકાથી પાલિકાની સતા રચવામાં આવી હતી.

ગુજરાતના નાના જિલ્લામાં પોરબંદરનો સમાવેશ
વર્ષ-૧૯૯૭ માં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેર કરેલ પોરબંદર જિલ્લાની વર્ષ-૨૦૧૧ મુજબ જિલ્લાની કુલ વસ્તી ૫,૮૫,૪૪૯ ની છે જેમાંથી ૪૮ ટકા વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. અને ૨,૩૧૬ કિલોમીટરમાં જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ફેલાયેલું છે. આમ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટ્રીએ ગુજરાતમાં પોરબંદર જિલ્લાની ગણતરી નાના જિલ્લામાં થાય છે.

બરડા પંથકની દ્રષ્ટીએ ઘેડ પંથકમાં સમસ્યાઓ વધુ છે
ખેતી,પશુપાલન,સિમેન્ટ,લાઇમ સ્ટોન, સોડાએશ તથા કોલસા ઉદ્યોગો ધરાવતા પોરબંદર જિલ્લાના બરડા પંથકના ગામડાઓની સરખામણીએ ઘેડ પંથકના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ વધુ જોવામાં આવી રહી છે. જેની પાછળ ભૌગોલિક કારણો પણ ઘણાખરા અંશે જવાબદાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો