જિલ્લામાં હજુ 10 દિવસ વરસાદ ખેંચાય તો મગફળીના પાકને માઠી અસર થઈ શકે છે. આ વખતે સરેરાશ કરતા 10 ટકા ખરીફ પાકનું વાવેતર ઓછું થયું છે. કુલ 93642 હેકટરમાં વાવેતર થયું છે. પોરબંદર જિલ્લામાં આ વખતે વરસાદ ખૂબ ઓછો પડ્યો છે અને વરસાદ ખેંચાયો છે. ગત વર્ષે મેઘરાજાએ જિલ્લામાં મહેર વરસાવી હતી. જિલ્લામાં ખરીફ પાકમા મોટેભાગે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. ત્રણ વર્ષના સરેરાસની વાત કરીએ તો આ ચાલુ વર્ષે 10 ટકા ખરીફ પાકનું વાવેતર ઓછું થયું છે.
ગત વર્ષની સરખામણીએ આ વખતે 90.48 ટકા ખરીફ પાકનું વાવેતર એટલેકે જિલ્લામાં કુલ 93642 હેકટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે 108465 હેકટરમાં વાવેતર થયું હતું. આ વખતે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે ત્યારે જો 10 દિવસ સુધી વરસાદ ખેંચાશે તો મગફળીના પાકને માઠી અસર થશે તેવી શકયતા રહેલી છે. જોકે જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પરમારે જણાવ્યું હતું કે, 10 દિવસ બાદ પણ વરસાદ ન પડે તો મગફળીના પાકને અસર પડી શકે જેથી ઉત્પાદનમા ઘટાડાની શકયતા રહી શકે. જોકે હાલ પિયત પદ્ધતિથી ખેડૂતો પાકને પાણી પીવડાવી રહ્યા છે.
જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર હેક્ટરમાં
પાક | વાવેતર |
મગફળી | 78835 |
કપાસ | 4005 |
શાકભાજી | 536 |
ઘાસચારો | 9801 |
સોયાબીન | 290 |
તુવેર | 70 |
અડદ | 30 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.