પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો:વિદેશથી આવેલી વ્યકિત ભા૨તમાં ગુનો કરે તો તેને પાસપોર્ટ પ૨ત આપી શકાય નહીં

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટ - ફાઇલ તસવીર
  • પાસપોર્ટ પરત મેળવવાની તેમજ વિદેશ જવાની પ૨વાનગીની અરજી નામંજુર કરી

વિદેશથી આવેલી વ્યકિત ભા૨તમાં ગુન્હો કરે તો તેને પાસપોર્ટ પ૨ત આપી શકાય નહીં તેવી પો૨બંદ૨ની કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપ્યો છે. બનાવની વિગત મુજબ પોરબંદરના રહીશ સંતોકબેન પોપટભાઈ ખુંટી કે જે તેના પતિ અને બાળકો સાથે કેનેડામાં વસવાટ કરતા હતા અને ભારતમાં આવેલા હતા, ત્યારબાદ પતિ-પત્નિ વચ્ચે ઝગડો થતા અને પત્નીને કાઢી મુકતા તે બાબતે બગવદર પોલીસમાં પતિ પોપટભાઈ મેણંદભાઈ ખુંટી સામે ફરીયાદ દાખલ કરેલી હતી. પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ પણ આપેલા હતાં.

6 માસ માટે પાસપોર્ટ લેવાની અરજી કરી હતી
રીમાન્ડ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી જરૂરી તમામ ડોકયુમેન્ટો કબ્જે કરેલા હતાં. તેમજ કોર્ટમાં તેને રજુ કરતા ફરીયાદી બહેન ત૨ફે એડવોકેટ ભરતભાઈ બી. લાખાણીએ વાંધા લેતા કોર્ટે પાસપોર્ટ જમાં કરાવવાની શરતે જામીન આપેલા હતાં. અને ત્યારબાદ પોપટભાઈ દ્રારા કોર્ટમાંથી વિદેશ જવા માટે અને પાસપોર્ટ પરત મળવા માટે કોર્ટમાં અરજી કરતા અને 6 માસ માટે પાસપોર્ટ પરત માંગવાની અરજી કરી હતી

‘આરોપી વિદેશ જતા રહે તો કેસનો મતલબ ના રહે’
જેમાં ફરીયાદી બહેન તરફે એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા વાંધા લઈ જણાવેલ કે, આરોપી સામે હાલની ટ્રાયલ પેન્ડીંગ હોય અને જો આરોપી વિદેશ ચાલ્યા જાય તો અને ફરી આવે જ નહીં તો ફરીયાદીને કેસ ક૨વાનો કોઈ મતલબ રહેતો ન હોય તેમજ ફરીયાદીએ ભરણ-પોષણ નો પણ કેસ કરેલો હોય તે પણ નકામો બની જાય તેમ હોય તેવા વાંધા લેતા કોર્ટ દ્રા૨ા તમામ સંજોગો અને પરિસ્થિતિ ઘ્યાને લઈ કેનેડા રહેતા પોપટભાઈ મેણંદભાઈ ખુંટીની પાસપોર્ટ પરત મેળવવાની અરજી તેમજ વિદેશ જવાની પ૨વાનગીની અરજી નામંજુર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...