રોટરી કલબ ઓફ પોરબંદર ગા.સુ.નગરી અને જી.એન. ટયુટોરીયલ્સ દ્વારા સ્ત્રીઓ સ્ત્રીઓ વચ્ચે વિચાર ભેદ જ્ઞાન ગોષ્ઠી હરિફાઈ યોજાઈ તેમા અંગ્રેજી મિડિયમના ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ વાક્ચાતુર્ય સાથે તર્કબદ્ધ વિષય પરત્વે રજૂઆત કરેલ હતી.
જેમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ધ્વની આગઠ, દ્વિતિય ધ્યાના પાલા, તૃતીય મિત રાજપરા, ધોરણ 10 પ્રથમ બંસરી ભુવા, દ્વિતીય ખુશી જોષી, તૃતીય વિશ્વા ઠાકર આવ્યા હતા. આ બૌદ્ધિક સ્પર્ધામાં પ્રાધ્યાપક ડો.નયન ટાંક દ્વારા તજજ્ઞ તરીકે સેવા આપેલ અને સ્પર્ધકોને વધુ ઉત્તમ પ્રદર્શન કેમ કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રોજેકટ ચેરમેન સેક્રેટરી ડો. પુષ્પાબેન દયાલાણી અને ગીતા ચંદાણી, પ્રેસિડેન્ટ સંજયભાઈ ખુંટી, નાથાભાઈ થાનકી અને શૈલેષ પરમારએ ઉત્તિર્ણ વિદ્યાર્થીઓ ને શિલ્ડ તેમજ સર્ટી આપી સન્માનિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.