સ્પર્ધા:પોલિટેક્નિક ખાતે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આઇડિયા સ્પર્ધા યોજાઇ

પોરબંદર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક વિભાગના વિદ્યાર્થીઓએ તેમના વિચારોનું પોસ્ટર પાવર પોઈન્ટ મારફત રજૂ કર્યું

શિક્ષણવિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2017 મા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની શરૂઆત કરવામાં આવી હતી. અને આ યોજના નો મુખ્ય હેતું બેરોજગારીની સમસ્યાનો હલ થાય, વિધાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહિત કરી તેમને નોકરી ઉત્સુક યુવાન માથી નોકરી દાતા યુવાન બનાવવાનો છે. આ હેતુને સિદ્ધ કરવા માટે સરકારી પોલિટેક્નિક પોરબંદર ખાતે કાર્યરત SSIP સેલ અંતર્ગત દરેક વિભાગ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતાં તમામ વિધાર્થીઓ માટે એક દિવસીય આઈડિયા કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતું.

આ સ્પર્ધાનો મુખ્ય હેતું વિધાર્થીઓમાં છુપાયેલ આંતરીક સર્જનાત્મકત અને નવીનતમ વિચારોને પ્રોત્સાહિત કરી શકાય અને વિધાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ વિચારોને છેલ્લા વર્ષ પ્રોજેકટ તરીકે તેમને આર્થિક મદદ કરી શકાય તેવો હતો. આ સ્પર્ધામાં દરેક વિભાગના વિધાર્થીઓએ તેમના વિચારોનું પોસ્ટર અને પાવર પોઈન્ટ મારફત પ્રેજેંટેશન કરેલું હતું. અને દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિધાર્થીઓનું મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માન કરાયુ હતું. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય, SSIP કોર્ડિનેટર અને ઇલેક્ટ્રિકલ ખાતાના વડા એમ.જે.અઘારા, કો- કોર્ડિનેટર પી.બી.વ્યાસ અને અને SSIP ની સમગ્ર ટીમે કરેલું હતું.

અન્ય સમાચારો પણ છે...