તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:માધવપુરમાં પત્નીને ત્રાસ આપવાના કેસમાં પતિને છ માસની સજા ફટકારી

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 5,000નો દંડ અને રૂ.10,000 નુકસાન પેટે ચૂકવવા કોર્ટે હુકમ કર્યો

માધવપુર ગામે રહેતા પરણીત સ્ત્રીને તેઓના પતિ હુસેન ઓસમાણ, સસરા ઓસમાણભાઇ, સાસુ હલીમાબેન, તથા અમીનાબેન તમામએ સંયુકત કુટુંબથી જુદા થવાની ના પાડતા તમામે એકસંપ કરીને તેમના પતિએ ઢીકાપાટુનો માર મારેલ અને બાવળના લાકડાથી કપાળમાં ઇજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ આપતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો 2003 ની સાલમાં દાખલ કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓ વિરૂધ્ધ ગુનાનો કેસ ચાલી જતાં આરોપીઓએ સદરહુ કરવામાં આવેલ સજા સામે ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ.

જે અપીલની સુનવણીમાં આરોપીઓએ પોતે નિર્દોશ હોવાનું જણાવેલ અને નીચેની કોર્ટ દ્વારા ખોટી રીતે સજા કરેલ સજા રદ કરવા અને અપીલ મંજુર કરવા જણાવેલ. આરોપીઓની અપીલ અરજી સામે સરકાર તરફે એડિશનલ પબ્લીક પ્રોશીકયુટર સરકારી વકીલ અનિલ લીલા હાજર રહી વિરોધ કરી જણાવેલ કે તમામ આરોપીઓએ એકસંપ કરી પરણિત સ્ત્રીને માર મારી મારી નાખવાની ધમકી, આપી કપાળના ભાગે ઇજા કરેલ છે અને નીચેની કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવેલ છે તે રજુ થયેલ પુરાવાનું યોગ્ય મુલ્યાંકન કરીને કરેલ હોય જે અપીલ રદ કરવી જોઇએ.

બન્ને પક્ષોની દલીલો સાંભળી સરકારી વકીલ અનિલ લીલા ની દલીલ તથા રેકર્ડ પરના પુરાવાના આધારે ફરીયાદીના પતિને છ મહીનાની કેદની સજા તથા 5000 નો દંડ તથા અન્ય આરોપીને એક એક હજારનો દંડ તથા ફરીયાદીને થયેલ નુકશાન પેટે રૂ. 10,000 આરોપીઓએ ચુકવવાનો હુકમ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો