પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે વાડી પરના રસ્તે ચાલવા મુદ્દે યુવક પર પતિ - પત્નીએ કુહાડાથી હુમલો કર્યાે હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વિસાવાડા ગામે રહેતા ભીમાભાઇ છગનભાઇ કેશવાલાએ એવી ફરિયાદ નોંધાવી છે કે તેનો પુત્ર જયેશભાઇ વિસાવાડા ખોડીયાર માતાજીના મંદિર તરફ જતા પરથી નીકળતો હોય રામાભાઇ અરભમભાઇ કેશવાલાએ તેને વાડી પરના રસ્તા પર નિકળવાની બાબતે બોલાચાલી કરીને જયેશભાઇને ભુંડી ગાળો આપી હતી અને જયેશભાઇએ ગાળો આપવાની ના પાડતા રામાભાઇ ઉશ્કેરાઇ જઇને કુહાડી વડે હુમલો કર્યો હતો અને માથામાં તથા ખભા પર ઘા માર્યા હતા આ હુમલામાં તેની પત્નીએ પણ મદદગારી કરી હોવાથી પોલીસ બંને સામે ગુન્હો નોંધી વધુ તપાસ મિયાણી-મરીન પોલીસ સ્ટેશનના હે. કો. આર. એમ. ઓડેદરાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.