વાતાવરણમાં પલટો:ભેજનું પ્રમાણ 35 માંથી 51 ટકાએ પહોંચ્યું, માવઠાની આગાહીનાં કારણે ખેડૂતો બન્યા ચિંતાતુર, તાપમાન 6 ડિગ્રી ઉંચકાયું

પોરબંદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘેડ અને ભાદરકાંઠા ના વિસ્તારોમાં પાણી ફરી વળતા આ વિસ્તારોમાં 24 હજાર હેકટરમા પાક ને સંપૂર્ણ નુકસાન થયુ હતું

પોરબંદરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાની આગાહી વચ્ચે ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી ઉચકાયું છે. ભેજનું પ્રમાણ 35 માંથી 51 ટકાએ પહોંચ્યું છે. અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણની સ્થિતિ ઉભી થતા દરિયાકાંઠાના વિસ્તારથી લઈ પોરબંદરમા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં અનેક સ્થળે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતો પોતાના પાકને લઈને ચિંતિત થયા છે. પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન આ વખતે વરસાદ ખેંચાયો હતો અને ભાદરવામા વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદના કારણે અને ઉપરવાસના વરસાદી પાણી આવતા ઘેડ અને ભાદરકાંઠા ના વિસ્તારોમાં પાણી ફરી વળતા આ વિસ્તારોમા 24 હજાર હેકટરમા પાક ને સંપૂર્ણ નુકશાન થયું હતું. જિલ્લાના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે અને જિલ્લામાં અંદાજે 19 હજાર હેકટરમાં શિયાળુ વાવેતર કર્યું છે ત્યારે માવઠાની આગાહી અને સવારથી જ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ખેડૂતો કમોસમી વરસાદની આગાહી વચ્ચે ચિંતિત બન્યા છે.

વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાન 6 ડિગ્રી ઉચકાયું છે. અને ભેજના પ્રમાણમાં 35 ટકા માંથી 51 ટકા ભેજનું પ્રમાણ નોંધાયુ છે. સવારે થોડા ક્ષણો પૂરતા અતિ હળવા છાંટા પડયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શાંજે 7 વાગ્યે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું છે.

ટેકાના ભાવે આજે ખરીદી મોકૂફ
પોરબંદરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ અને માવઠાની આગાહીને પગલે જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે શુક્રવારે મોકૂફ રાખવામાં આવી છે. બીજા દિવસે સ્થિતિ પ્રમાણે આયોજન થશે. વધુ ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે જણાવ્યું છે.

શહેરનું તાપમાન: પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન 32.4 થી 34 રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 17.4 થી વધીને 23.4 એ પહોંચ્યું છે.

માવઠાના એંધાણ : દરિયા કાંઠે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેર ની સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં પણ સવારથી ઢાકલું વાતાવરણ રહ્યું છે. માવઠાના એંધાણ જોવા મળી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...