શેરડી ખરીદી વ્યાપક બની:દેવ દિવાળી નિમિત્તે શેરડીનું પુષ્કળ વેચાણ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરડીમાં ભાવ વધારો હોવા છતાં ખરીદી વ્યાપક બની : ગત વર્ષે 120ની મણ હતી ચાલુ વર્ષે 180 ભાવ થયો

દેવ દિવાળી નિમિત્તે પોરબંદરમાં શેરડીનું પુષ્કળ વેચાણ થઈ રહ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વખતે શેરડીના ભાવમાં વધારો હોવા છતાં ખરીદી વ્યાપક બની છે. દેવ દિવાળી નિમિત્તે શેરડીનું ખાસ્સુ મહત્વ રહેલ છે. શેરડી ધરવા માં આવે છે જેથી આ દિવસે શેરડીનું ધાર્મિક મહત્વ સાથે આરોગ્ય માટે પણ શેરડીનું એટલું જ મહત્વ રહેલું છે.

પોરબંદરની બજારમાં દેવ દિવાળીને લઈને શેરડીના ધંધાર્થીઓ ઠેરઠેર વેચાણ કરતા નજરે ચડે છે. શેરડીનું વેચાણ કરતા ધંધાર્થીએ જણાવ્યું હતુંકે, ગત વર્ષે શેરડીનો મણનો ભાવ રૂ. 120 હતો જે હાલ રૂ. 180 છે. ગત વર્ષે દેવ દિવાળી નિમિત્તે શેરડીનો સાટો રૂ. 10 થી રૂ.15માં વેચાતો હતો જે હાલ રૂ. 20 થી રૂ. 25માં વેચાઈ રહ્યો છે જ્યારે કાળી શેરડીનો ભાવ વધુ હોય છે ત્યારે આ શેરડીનો એક સાટો રૂ. 30નો વેચાઈ રહ્યો છે.આ શેરડી હાલ રાજકોટથી મંગાવવામાં આવી છે અને દેવ દિવાળી નિમિત્તે શેરડી પુષ્કળ પ્રમાણમાં વેચાઈ રહી છે તેવું જણાવ્યું હતું.

શામાટે ભાવ વધારો નોંધાયો?
શેરડીનું વેચાણ કરતા ધંધાર્થીએ જણાવ્યું હતુંકે, મોંઘવારી વધી છે. રાજકોટથી શેરડી મંગાવી છે ત્યારે ડીઝલનો ભાવ વધારો ઉપરાંત મજૂરીના ભાવ વધ્યો છે. ટ્રાન્સપોર્ટ ભાડું અને મજૂરી વધતા શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...