પોરબંદરના ફ્લાય ઓવરબ્રિજના માર્ગ પર મસમોટા ગાબડા પડી ગયા છે અને હજુ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. પોરબંદરના ફ્લાય ઓવરબ્રિજના માર્ગ પર મસમોટા ગાબડા નજરે ચડે છે. આ ઓવરબ્રિજ પરથી અસંખ્ય વાહનો પસાર થતા હોય છે.
પોરબંદરના નરસંગ ટેકરી ફાટક આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. આ ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે આ વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આમછતાં ગણતરીના વર્ષોમાં જ આ બ્રિજના માર્ગ પર મસમોટા ગાબડાઓ પડી ગયા હતા. ગાબડા ઠેરઠેર નજરે ચડે છે અને મસમોટા ગાબડાને કારણે ફલાય ઓવર બ્રિજ પર વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.
અહીંથી અનેક વાહન ચાલકો પસાર થાય છે અને આ મસમોટા ગાબડા પરથી પસાર થવું પડે છે. ગાબડાનું સમારકામ કરવા અંગે અવારનવાર રજુઆત કરવા છતાં કામગીરી કરવામાં આવી નથી. કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા આ મસમોટા ગાબડાનું સમારકામ કરી સમતોલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.