તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ગૃહ વિભાગે પોરબંદર જિલ્લાને 29 વાહન ફાળવ્યા

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ કર્મીઓ માટે 11 બાઇક, 4 સ્કૂટર અને 14 ફોરવહીલ નવા વાહનો આવ્યા

ગૃહ વિભાગ તરફથી પોરબંદર જિલ્લાને 29 વાહનો ફાળવવામાં આવ્યા છે જેમાં 11 બાઇક, 4 સ્કૂટર અને 14 ફોરવહીલ વાહનનો સમાવેશ થયો છે.

પોરબંદર જિલ્લામાં પોલીસ કર્મીઓ માટે ગૃહ વિભાગ દ્વારા નવા 29 વાહનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ફોરવહીલ BS6 પ્રકારના 8 વાહન, પીસીઆર BS6 6 ફોરવહીલ વાહન, 11 બાઇક અને 4 સ્કુટરનો સમાવેશ થાય છે. ફોરવહીલ વાહનોમાં GPS સિસ્ટમ અને રિવર્સ સેન્સર જેવી સુવિધા છે. આ વાહનો ફાળવવામાં આવતા પોલીસ અધિકારીઓમાં ખુશી વ્યાપી હતી. નવા વાહનો આવતા હવે જિલ્લામાં વધુ પેટ્રોલિંગ હાથ ધરાશે. આમ ગૃહ વિભાગ તરફથી 29 નવા વાહનો ફાળવવામાં આવતા પોલીસ અધિકારીઓને સુવિધામાં વધારો થયો છે.

જિલ્લામાં પોલીસ પાસે કુલ કેટલા સરકારી વાહનો છે?
પોરબંદર જિલ્લામાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ માટે સરકારે વાહનો ફાળવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં સરકારે ફાળવેલા 5 સુમો વાહન, 45 બોલેરો વાહન, એસએમએલ 7 વાહન, સીટી રાઈડ 1, ટ્રાવેલર 1, બસ 3, એમ્બ્યુલન્સ 1, રાયોટ કંટ્રોલ વજ્ર વાહન 1, હોર્સવાન 1, ક્રેઇન 1, વોટર કેનન 1 અને બાઇક સ્કૂટર 71 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો