તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોલીકા દહન:જિલ્લામાં આજે હોળીનો તહેવાર ઉજવાશે

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંજે 5:36 થી 6 :42 સુધી અમૃત સિદ્ધિ યોગ, રાત્રે 12 : 18 કલાકે હોળાસ્ટક પુરા થશે

પોરબંદર જિલ્લામાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આજે હોળીનો તહેવાર ઉજવાશે. રવિવારે શાંજે 5:36 થી 6 :42 સુધી અમૃત સિદ્ધિ યોગ છે અને રાત્રે 12 : 18 કલાકે હોળાસ્ટક પુરા થશે. હોળીના તહેવારનું અનેરું મહત્વ રહેલું છે. હોળી તહેવાર ઉજવવા લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. હોળીની પ્રદક્ષિણાનું મહાત્મ્ય રહેલું છે. લોકો શ્રદ્ધાપૂર્વક હોળીની પ્રદક્ષિણા કરે છે.

આ વખતે કોરોનાને પગલે સરકારે હોળીના તહેવાર દરમ્યાન હોળી પ્રજ્વલ્લિત કરવાની છૂટ આપી છે અને રંગોત્સવ ન ઉજવવા નિર્ણય કર્યો છે. શહેરના પ્રબુદ્ધ લોકોએ લોકોની સલામતી માટે આ નિર્ણયને આવકર્યો છે. આ વખતે કોરોનાની ગાઈડલાઈના પાલન સાથે આજે હોળીના તહેવારની ઉજવણી થશે. લોકોએ હોળીના તહેવાર નિમિતે પતાશા, હારડા, ખજૂર, ધાણી, દાળિયાની ખરીદી કરી છે. આ ચીજ વસ્તુઓ લેવા માટે બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

આજે લોકો આસ્થાપૂર્વક હોળીનો તહેવાર ઉજવશે અને હોળીનું પૂજન કરશે. મહત્વની વાત એ છે કે આજે તા. 28 ને રવિવારે હોળીનો તહેવાર છે. આજે અમૃત સિદ્ધિ યોગમા હોલીકા થશે. શાંજે 5:36 થી 6:42 સુધી અમૃત સિદ્ધિ યોગ છે. આ યોગ હોવાના કારણે હોળીનું મહત્વ વધી ગયું છે. રાત્રે 12:18 કલાકે હોળાસ્ટક પુરા થશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે લોકો માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી હોળીનો તહેવાર ઉજવશે.

આજે જિલ્લામાં ઠેર ઠેર વાળના પ્રસંગની ઉજવણી થશે
હોળીના તહેવારમાં વાળની ઉજવણીનું પણ મહત્વ રહેલું છે. જેમના ઘરે પ્રથમ વખત પુત્રનો જન્મ થાય ત્યારે હોળી તહેવારમાં પતાશા, ખજૂર, હારડાની સબંધીઓની લહાણી કરવાની પરંપરા હોવાથી આજે જિલ્લામાં ઠેર ઠેર વાળના પ્રસંગની ઉજવણી હોળીની પ્રદક્ષિણા બાદ થશે.

કાયદો વ્યવસ્થા જાળવવા 1 હજારથી વધુ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરશે
​​​​​​​
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તથા કોરોના મહામારીને અટકાવવા પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવે અને કરોરોનાની માર્ગદર્શીકાનું પાલન થાય તેમજ તહેવાર દરમ્યાન કોઇપણ જાતનો કોમ્યુનલ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા સ્થાનીક લેવલેથી જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમા 4 ડીવાયએસપી, 7 પીઆઇ, 22 પીએસઆઇ તથા આશરે 500 જેટલા પોલીસ તથા 500 જેટલા હોમગાર્ડ, TRB, GRD ની અલગ અલગ ટીમો બનાવી જરૂરી પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવશે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો