વરણી:પોરબંદર બાર એસોસિએશનના પ્રમુખ પદે હિરાભાઇ સાદિયા ચૂંટાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બોડીનો રિપોર્ટ સોમવાર સુધીમાં ગુજરાત બાર કાઉન્સીલને કરાશે

પોરબંદર બાર એસોસિએશનની ચુંટણીમાં પરિણામ જાહેર થતા એડવોકેટ હિરાભાઇ સાદિયાને વિજય થયો છે. પોરબંદર બાર એસોશિએશનની નવી બોડીનો રિપોર્ટ સોમવાર સુધીમાં ગુજરાત બાર કાઉન્સીલને કરી દેવામાં આવશે. પોરબંદર બાર એસોશિએશનની ચુંટણીમાં બે ઉમેદવારોને હરાવીને એડવોકેટ હિરાભાઇ સાદિયાનો 8 મતની લીડથી વિજય થયો છે. ઉપપ્રમુખના પદ માટે એડવોકેટ ચૌહાણના 36 મત સામે એડવોકેટ જગદીશભાઇ ચૌહાણ 122 મત સાથે વિજેતા થયા છે. તમામ ઉમેદવારોએ આ ચુંટણીને જંગ નહીં પરંતુ પ્રેમનો પર્વ ગણાવ્યો હતો.

બાર એસોશિએશનની અન્ય કેટેગરીમાં સેક્રેટરી પદ માટે એડવોકેટ દિપકભાઇ સાદિયા, જોઇન્ટ સેક્રેટરીમાં દેવશીભાઇ મોઢવાડિયા, ટ્રેઝરર તરીકે એડવોકેટ રાકેશ પ્રજાપતિ વિજેતા જાહેર થયેલા છે. ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી તરીકે એડવોકેટ હારૂનભાઇ સાટી અગાઉથી જ બિનહરીફ વિજેતા જાહેર થયેલા છે. આ અંગેનો રિપોર્ટ અમદાવાદ ખાતે ગુજરાત બાર કાઉન્સીલમાં સોમવાર સુધીમાં સબમીટ કરી દેવામાં આવશે. હવે નવી બોડી પાસે પોરબંદર બારના અધૂરા કર્યો પૂર્ણ થવાની અને નવા કાર્યો હાથ ધરાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...