આગામી દિવસોમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા NSUI દ્વારા બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયે કોઇ મુશ્કેલી ન વેઠવી પડે અને તેમને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને પોરબંદર જિલ્લા NSUI દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
બોર્ડ દ્વારા આગામી તા. 14/03/2023થી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાવાની છે. જેમાં પોરબંદર જિલ્લામાં ધોરણ 10માં 10660 વિદ્યાર્થીઓ 11 જેટલા પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5083 જેટલા વિદ્યાર્થીઓ 6 પરીક્ષા કેન્દ્રોમાં અને વિજ્ઞાન પ્રવાહમાં 1 પરીક્ષા કેન્દ્રમાં 565 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
પોરબંદર જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. તેમને પોતાનું પરીક્ષા કેન્દ્ર શોધવામાં ભારે હાલાકી પડતી હોય છે. તો કોઇ વિદ્યાર્થીઓ કોઇ ચોક્કસ કારણોસર પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચતા હોય છે. ત્યારે તેવા વિદ્યાર્થીઓને કોઇ પણ જાતની સમસ્યા ના વેઠવી પડે અને પરીક્ષા સમયે તેમને કોઇ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ ના પડે તે માટે પોરબંદર જિલ્લા NSUI દ્વારા પોરબંદર શહેર/જિલ્લા/તાલુકામા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા NSUI દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ, ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી, રાજ પોપટ, ચિરાગ વદર, સાહિલ વાજા, હિરેન મેઘનાથી, ઓમ ભલસોડ, કરણ ગૌસ્વમી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી સર્જાય કે કોઇ સમસ્યા ઉદ્દભવે તો હેલ્પલાઇનમાં આપેલા નંબરનો સંપર્ક કરી શકે. પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ- મો 9726069009 ઉમેશરાજ બારૈયા- 8160738022 જયદિપ સોલંકી- 9624614583
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.