તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત્સ્ય ઉદ્યોગને સહાય:કોરોનાની સ્થિતીમાં આર્થિક મંદીમાં ફસાયેલ મત્સ્ય ઉદ્યોગને સહાય આપો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અનેક માછીમારોએ આત્મહત્યા કરી હોવાથી ખારવા ચિંતન સમિતી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

કોરોનાની કપરી પરિસ્થિતિમાં આર્થિક મંદીમાં ફસાયેલ મત્સ્ય ઉદ્યોગને સહાય આપવા માંગ કરાઈ હતી. અનેક માછીમારોએ આત્મહત્યા કરી હોવાથી ખારવા ચિંતન સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. કોરોના અનુસંધાને આર્થિક મંદીમાં ફસાયેલા મત્સ્યોદ્યોગને સહાય આપવા ખારવા ચિંતન સમિતિના પ્રમુખે રજુઆતમાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન દ્વારા મત્સ્યોદ્યોગ સંપદા યોજના અમલમાં મુકી છે,

સંપદા યોજનામાં મત્સ્યોદ્યોગના વિકાસ માટેની એકસપોર્ટસથી લઇને માછીમારી કરતા માછીમાર ભાઇઓ અને નાના માછલીના પગેરા માછીમારીથી લઇ છુટક માછીમારીના વેચાણ કરતા માછીમારી પરીવારની યોજના છે તેમને ખારવા ચિંતન સમીતી આવકારે છે પરંતુ યોજનાનો લાભ લઇ શકે તેમના પહેલા છેલ્લા 3 વર્ષ માછીમારીના ધંધામાં મંદી આવી છે.

ઉપરાંત કોરોનાની મહામારીના કારણે લોકડાઉન આવતા એકસપોર્ટસ માછીમારીની બોટોના માલિક અને છુટક માછલી વેચાણ કરતા ભાઇ-બહેનોને મોટી આર્થીક તંગીનો સામનો કરવો પડયો છે. પરીવાર બેહાલ થયા છે. પરિવારના લોકો શૈક્ષણિક અને આરોગ્યની સારી સુવિધા નથી લઇ શકયા અને જખૌ થી લઇ વલસાડ સુધીના માછીમાીર સમાજમાં આર્થીક મંદીના કારણે આત્મહત્યાના બનાવો બનેલ છે.

જૅથી બોટો માલીક, એકસપોર્ટસ, સપ્લાયર્સનું આર્થીક મંદીનું સર્વે કરી અને નાના છુટક માછીમારીનો ધંધો કરતા ભાઇ-બહેનોને મહિનાના 25 હજાર અને જે પરિવામાં આત્મત્યાના બનાવો બન્યા હોય તેઓના પરિવાર તાત્કાલિક 5 લાખની સહાય કરવાની માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો