પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સુચનાને અનુસંધાને રાજ્યભરમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં તેમજ નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી તથા એલસીબી પીઆઈ એચ.કે. શ્રીમાળી, કિર્તીમંદિર પીઆઈ વી.પી. પરમારની ઉપસ્થિતિમાં પોરબંદર માછીમાર બોટ એસોસીએશન ખાતે લોક દરબાર યોજાયો હતો.
પોરબંદર ખારવા સમાજના પ્રમુખ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજી લોકોએ વ્યાજખોરોના ત્રાસ સામે કઇ રીતે રક્ષણ મેળવવું તેમજ ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોને સમજ કરવામાં આવી હતી. ગેરકાયદેસર વ્યાજનો ભોગ બનેલા વ્યક્તિઓને પોલીસમાં ફરીયાદ કરવા અંગે અપીલ કરવામાં આવી હતી.
પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના અધ્યક્ષ સ્થાને કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પીએસઆઈ એ.એ. મકવાણા તથા કુતિયાણા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આમ જનતાને વ્યાજખોરોના ત્રાસથી કોઇ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો વ્યાજખોરો દ્વારા ધાક-ધમકી આપી હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેમજ ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તી ચલાવતા હોય તેવા વ્યાજખોરી સાથે સંકળાયેલા ઇસમો સામે કાર્યવાહી કરાવવા કુતિયાણા પોલીસનો સંપર્ક કરવા સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.