પોરબંદરમાં ભારે વાહનો ચલાવવા માટેનો પ્રતિબંધ લગાવેલ છે. આમ છતાં પોરબંદર ટ્રાફિક પોલીસની મીઠી નજર તળે આવા ભારે વાહનો ખુલ્લેઆમ શહેરી વિસ્તારમાં આટાફેરા કરી રહેલ છે. તેમજ સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેકટરીમાં આવક જાવક કમલાબાગથી છાંયા ચોકી રસ્તા ઉપર ગેરકાયદેસર વાહનો પ્રતિબંધીત વિસ્તારમાં ચલાવવામાં આવે છે.
અગાઉ આ પ્રતિબંધીત વિસ્તારમાં ભારે વાહનો ચાલતા હતા ત્યારે અકસ્માતોનો ભોગ બનેલ અનેક યુવાનોએ તેમજ વૃદ્ધોએ જીવ ગમાવેલ છે. બાદ ફરી આજ પરિસ્થિતીનુ નિર્માણ થયેલ છે. જિલ્લા કલેકટર દ્વારા આવા ભારે વાહનો શહેરમાં ન લઈ જવા દેવાની કડક સૂચના હોવાછતાં ચાલુ રહે છે.
કલેકટર દ્વારા આવા ભારે વાહનોને સૌરાષ્ટ્ર કેમિકલ્સ એટલેકે બિરલા ફેકટરી સુધી આવવા જવા માટે એસએસસી ફેકટરીમાંથી બિરલા ફેકટરી સુધી આવક જાવક કરવાનો અલગ રસ્તો ફાળવેલ છે. આમ છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય, અકસ્માતો થવાની દહેશત છે ત્યારે તાત્કાલીક શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત વિસ્તારમાં કડક કાર્યવાહી કરી આવા ભારે વાહનો બંધ કરાવવા સામાજિક આગેવાન જયેશભાઈ સાવજાણીએ એસપીને લેખિતમાં રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.