આગાહી:પોરબંદરમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 31.4 અને લઘુત્તમ તાપમાન 26.0 ડિગ્રી રહ્યું હતુ

રાજ્યમાં આગામી 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 8,9 અને 10 ઓગસ્ટ રાજ્યમાં અતિભારે વરસાદની રહેશે. તેમજ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી હોવાથી પોરબંદરમાં પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. જો કે પોરબંદરમાં ગઇકાલ કરતા આજે તાપમાનમાં નહીવત વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું છે.

રાજયમાં કરવામાં કરવામાં આવેલીવરસાદની આગાહીમાં દર્શાવવામાં આવ્યું છે કે આગામી 8 થી 10 તારીખ સુધીમાં મનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર રાજ્યમાં જોવા મળશે.

જેના પગલે આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તથા આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે. જયારે કે આજે પોરબંદરમાં ઢાકલા વચ્ચે મહતમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્શીયલ અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી સેલ્સીયશ રહ્યું હતું જે ગઇકાલના મહતમ તાપમાન 30.8 ડીગ્રી સેલ્શીયસ તથા લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી સેલ્સીયશ કરતા થોડુ વધારે હોય ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...