તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:પોરબંદરમાં હિટવેવ ,તાપમાન 40.1 ડિગ્રી

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસથી પોરબંદર રાજ્યનું ગરમ શહેર બન્યું, 2019ના એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી હતું
 • ભેજનું પ્રમાણ હોવાથી ઠંડી કે વધુ ગરમી પડતી નથી, આકરા તાપ માટેનું એક કારણ ગ્લોબલ વોમિંગ - એક્સપર્ટ

પોરબંદરમાં બે દિવસથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પર થયું છે. રાજ્યમાં પોરબંદર ગરમ શહેર બન્યું છે. પોરબંદરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. 2019માં એપ્રિલ માસમાં મહત્તમ 43.6 ડીગ્રી તાપમાન રહ્યું હતું. એક્સપર્ટના મતે ગરમીનું પ્રમાણ વધવુ એ ગ્લોબલ વોમિંગનું પણ કારણ માનું એક કારણ છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે પોરબંદરમાં હિટવેવ થશે. આ આગાહી સાચી ઠરી હોઈ તેમ બે દિવસથી પોરબંદરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. પોરબંદરનું મહત્તમ તાપમાન ચાર દિવસની સરખામણીમાં 7 ડીગ્રી ઉચકાયું છે. મહત્તમ તાપમાન 40 ડીગ્રી પર થતા પોરબંદરમાં આકરો તાપ પડી રહ્યો છે. 40.4 ડીગ્રી બાદ 40.1 ડીગ્રી તાપમાન રહેતા રાજ્યમાં પોરબંદર ગરમ શહેર બન્યું છે. ધમધોખાર તાપમાં જનજીવન ત્રસ્ત બન્યું છે. લોકો આકરા તાપથી રક્ષણ મેળવવા ઠંડા પીણા અને પંખા તેમજ એસી નો સહારો લઈ રહ્યા છે તેમજ શાંજ ના સમયે લોકો દરિયા કિનારે ચોપાટી પર ફરવા ઉમટી પડે છે. પરંતુ સૂર્યનારાયણે જાણે આકરો મિજાજ બનાવ્યો હોય ચોપાટી ખાતે પણ ઉકળાટ જોવા મળે છે. ગરમીના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે.

પોરબંદરના વેધર ઓબ્ઝરવેટરી સ્ટેશનના એક્સપર્ટએ જણાવ્યું હતું કે 2019ની સાલમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ હતો. આમતો દરિયાકાંઠે આવેલ પોરબંદરમાં વાતાવરણ સારું રહે છે અને ભેજનું પ્રમાણ હોવાથી વધુ ઠંડી કે વધુ ગરમી પડતી નથી, પરંતુ આકરો તાપ જોવા મળે છે જેમાંનું એક કારણ ગ્લોબલ વોમિંગ છે. સૂર્યના સીધા કિરણો પડે છે અને વાદળા બનતા ન હોય જેથી ટેમ્પરેચર વધતું હોઈ છે. હાલ તો પોરબંદર શહેરમાં 40.1 ડીગ્રી મહત્તમ તાપમાન રહેતા આકરો તાપ પડતા લોકો અકળાઈ ગયા છે.

વેધર ઓબ્ઝરવેટરી સ્ટેશન ખાતે તાપમાન માપવા કયા સાધનો છે?
પોરબંદરમાં આવેલ વેધર ઓબ્ઝરવેટરી સ્ટેશન ખાતે દરરોજ સાંજે 5:30 કલાકે તાપમાન માપવામાં આવે છે અને સવારે 8:30 કલાકે રિપોર્ટ થાય છે. તાપમાન માપવા માટે ઓબ્ઝરવેટરી થર્મોમીટર જેમાં મહત્તમ અને મિનિમમ માપક થર્મોમીટર, ડ્રાઈ બ્લબ અને વેટ બલ્બ તેમજ ગ્રાફ રાખવામાં આવતો હોય છે.

છેલ્લા 5 વર્ષનું મહત્તમ તાપમાન

વર્ષમાર્ચએપ્રિલમેજૂન
201540.242.839.437
201639.638.235.636.8
201739.843.438.736.4
201842.541.537.837.2
201939.643.63637.5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો