તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇમ્પેક્ટ:કોરોના સામે જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગનો નવતર પ્રયોગ : સંભવિત હાઇ રિસ્ક દર્દીઓનો ઘેર-ઘેર જઇ સર્વે

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની આરોગ્ય વિભાગની ટીમે ઘેર -ઘેર જઇ સર્વે શરૂ કર્યો. - Divya Bhaskar
પોરબંદરની આરોગ્ય વિભાગની ટીમે ઘેર -ઘેર જઇ સર્વે શરૂ કર્યો.
  • સીટી સ્કેન પ્રોજેક્ટ શરૂ : 10 હજાર IEC કીટનું વિતરણ કરાશે, જિલ્લાના તમામ 155 ગામોને આવરી લેવાશે

પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કોરોના વાઇરસ સામે સાવચેતી અને જાગૃતિ અંતર્ગત મિશન મોડમાં કામગીરી થઇ રહી છે. પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં એક નવતર પ્રોજેક્ટ CT-SCAN  એટલે કે, કાઉન્સેલીંગ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ સીનીયર સિટીઝન એન્ડ અધર્સમાં NCD હાઈ રીસ્ક દર્દીઓનું સર્વે કરી તેમને કોરોના સામે રાખવાની સાવચેતી અને જાગૃતિની માહિતી આપી પછાત અને જરૂરીયાત વાળા વિસ્તારોમાં લોકોને આઇ.ઇ.સી. કિટનું વિતરણ કરાશે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, 10 હજાર કિટનું વિતરણ કરવાનું આયોજન છે અને આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ કુલ 155 ગામોમાં આ કામગીરી હાથ ધરશે.  ગઇ કાલે મીયાણી સહિતના ગામોમાં અને ત્રણેય તાલુકાના ગામડાઓમાં આ કામગીરી શરૂ થઇ ગઇ છે. જેમાં આશાવર્કર,  આરોગ્ય વર્કર અને ટીમ એન.સી.ડી. એટલે કે ટી.બી., બી.પી., ડાયાબીટીસ સહિતની બિમારી વાળા દર્દીઓનો સર્વે કરી તેમને કોરોના સામે જાગૃતિ દાખવવા જરૂરી સાવચેતી રાખવા માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝેશનની સમજણ આપશે તેમજ આ  કીટનું પણ વિતરણ કરવામાં આવશે આ કિટમાં માસ્ક, સેનેટાઇઝર, સાહિત્ય અને જાગૃતિનો મેસેજ આપતી પ્રિન્ટેડ બેગનો સમાવેશ થાય છે. આગામી 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરીને કોરોના સામે તકેદારી, સમજણ અને સાવચેતી દરેક લોકોમાં ખાસ કરીને અંતરીયાળ વિસ્તારમાં રહેતા લોકોને પણ મળે અને લોકો ગભરાઇ નહી તે રીતે કાઉન્સેલીંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...