ફરિયાદ:વાડાની જગ્યા મુદ્દે માથાકૂટ, 4 શખ્સે મહિલાને માર માર્યો

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લાના ભડ ગામની ઘટના
  • જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

પોરબંદર જિલ્લાના ભડ ગામે ગત તા. 05-06-2022 ના રોજ ઘરની પાસે આવેલા વાડાની જગ્યા બાબતે માથાકૂટ થતા 1 મહિલાને 1 મહિલા સહિત 3 શખ્સોએ માર માર્યો હતો.ભડ ગામે રહેતા દીવાળીબેન રાજાભાઇ મોકરીયા નામની મહિલા તેમના ઘર પાસે આવેલા વાડા પાસે ઉભા હતા ત્યારે પુંજાભાઇ મોકરીયા, અનીલ પુંજાભાઇ મોકરીયા અને શારદાબેન પુંજાભાઇ મોકરીયા ત્યાં આવ્યા હતા અને તેમણે દીવાળીબેનને કહ્યું હતું કે આ ઘર પાસે આવેલ વાડો અમારો છે

તેથી તું અહીંથી ભાગી જા તેમ કહેતા દીવાળીબેને ભાગવાની ના પાડતા તેમને ભુંડી ગાળો કાઢી હતી અને ઢીકાપાટુનો માર મારીને જો પોલીસમાં ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધીને વધુ તપાસ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના ASI આર. આર. મારૂએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...