આપઘાત:વડલાના ઝાડ સાથે દોરી બાંધી યુવાને ગળેફાંસો ખાધો

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોરબંદરના જાવર ગામની ઘટના
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું

પોરબંદર જિલ્લાના જાવર ગામે ગત બુધવારના રોજ એક યુવાન કામધંધો કરતો ન હોય અને બેરોજગાર હોવાથી વડલાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના જાવર ગામે રહેતા પ્રકાશભાઇ બાબુભાઇ વાજા નામનો 32 વર્ષીય યુવાનનું 1 વર્ષ પહેલા અકસ્માત થયેલો હોય અને તેમાં ઇજા થવાથી તે કોઇ કામધંધો કરતો ન હોય ગત તા. 08-06-2022 ના રોજ મીઠાના અગર પાસે વાછરાડાડાના મંદિર પાસે આવેલ વડલાના ઝાડ પર દોરી બાંધીને ગાળાફાંસો ખાઇ લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI કે. એમ. સૈદયે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...