તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પ્રૌઢની રીક્ષામાંથી ATM-કાર્ડની ચોરી કરી 20 હજાર ઉપાડી લીધા

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વખત મિત્રના નાતે પોતાનું ATM અને પીન નંબર આપ્યા’તા

પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામની દાસીજીવણ સોસાયટીમાં રહેતા વાલજીભાઇ જીવાભાઇ વાળા નામના રીક્ષા ચાલક પ્રૌઢે થોડા દિવસો પહેલા પોતાના મિત્ર એવા આરોપી લીલા જેતાભાઇ ઓડેદરાને રૂપીયાની જરૂરીયાત હોવાથી મિત્રના નાતે ઉછીના રૂપિયા આપવા માટે પોતાના બેંક ખાતાનું ATM કાર્ડ અને તેના પીન નંબર આપી જોઇતા રૂપિયા ઉપાડી લેવા કહ્યુ હતુ.

પરંતુ આ વ્યવહાર બાદ થોડા દિવસો પછી આરોપી લીલાએ પોતાના મિત્રનો વિશ્વાસઘાત કરીને, વાલજીભાઇની રીક્ષામાંથી ATM કાર્ડની ચોરી કરી લીધી અને તે ATM કાર્ડ મારફત વાલજીભાઇના બેંક ખાતામાંથી રૂ.20 હજારની રોકડ રકમ વિથડ્રોલ કરી ચોરી અને વિશ્વાસઘાત કર્યો હતો. જે બાબતની જાણ થતા વાલજીભાઇએ પોલીસ ફરીયાદ લખાવતા પોલીસે આરોપી લીલા સામે ગુનો નોંધી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો