તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રને ટિકીટ ન ફાળવાતાં ભાજપને અલવિદા કહ્યું

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીમાં જોડાઇને ઉમેદવારી નોંધાવી દેતા છાંયાના રાજકારણમાં ધડાકો

પોરબંદરના જોડીયા શહેર છાંયા નગરપાલિકાના પૂર્વ ભાજપી પ્રમુખ જીવાભાઇ ભુતિયાને ભાજપે આ વખતેની પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાની ચુંટણીમાં ટીકીટ નહી ફાળવતા, જીવાભાઇએ ભાજપને અલવીદા કરી દીધી છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઇને પાલિકાની ચુંટણીમાં દાવેદારી નોંધાવતા, છાંયા ભાજપમાં મોટો ધડાકો થયો છે.પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાની ચુંટણી માટે ભાજપે પાસેરામાં પહેલી પૂણીની જેમ ઉમેદવારોના નામો જાહેર કરતાની સાથે જ ધડાકા થવા લાગ્યા છે.

છાંયાના ભાજપના પૂર્વ પ્રમુખ જીવાભાઇ ભુતિયાએ પોતાના પૂત્ર માટે ટીકીટ માંગી હતી અને તેમને આ ટીકીટ દેવામાં આવી ન હતી, જીવાભાઇએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ગુજરાતમાં અનેક શહેરમાં પાલિકાની ચુંટણીમાં ઉમેદવારના પૂત્રોને પાર્ટી દ્વારા ટીકીટો ફાળવવામાં આવી છે, તેના ઉદારહરણો અમે પાર્ટી સમક્ષ રજૂ કર્યા હોવા છતાં પાર્ટી દ્વારા મારા પૂત્રને ટીકીટ ન ફાળવીને અન્યાય કરવામાં આવતા, મેં અનેક સાથીકાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે અને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયો છું.

તેમણે ઉમેર્યુ હતુ કે વર્ષોથી તેઓ ભાજપ સાથે જોડાઇને વફાદારી પૂર્વક છાંયા ભાજપની ગતી-પ્રગતીને ઉંચાઇ પર લઇ ગયા છે, પરંતુ તેમ છતાં તેમની સાથે પાર્ટી દ્વારા અન્યાય કરવામાં આવતા તેમને નાછૂટકે આ પગલુ ભરવું પડ્યુ છે. આમ આદમી પાર્ટીમાં જોડાવનાર જીવાભાઇ ભુતિયાને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રામભાઇ ભુતિયાએ આવકારી જણાવ્યુ હતુ કે, પોરબંદર-છાંયાની સંયુક્ત પાલિકાની તમામ બેઠકો માટે આમ આદમી પાર્ટી ઝુકાવશે અને જીત પણ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો