તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:SBI બેંકમાં માત્ર 2 કેશ વિન્ડો હોવાથી ખાતા ધારકોને હાલાકી

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને ગ્રામીણ પંથકના ગ્રાહકોને કેશવિન્ડો પર ટ્રાન્ઝેક્શન માટે 3 કલાક કતારોમાં ઉભવું પડે છે

પોરબંદર શહેરમાં એમ.જી. રોડ પર આવેલ એસ.બી.આઈ. બેન્કમાં કેશ વિન્ડોની 2 જ બારી હોવાથી શહેર અને ગ્રામીણ પંથકના ગ્રાહકોને કેશવિન્ડો પર ટ્રાન્જેક્શન માટે 3 કલાક સુધી લાંબી કતારોમાં ઉભવું પડતું હોવાથી ખાતેધારકોને હાલાકી ભોગવવી પડે છે.

પોરબંદર શહેરમાં એમ.જી. રોડ પર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ખાતે દરરોજ સેંકડો ગ્રાહકોની ભીડ રહેતી હોય છે. ગ્રામીણ પંથક અને શહેરી વિસ્તારના મોટી સંખ્યામાં લોકોની ટ્રાન્જેક્શન માટે અવરજવર રહેતી હોય ત્યારે અહીં માત્ર કેશ વિન્ડોની 2 જ બારી હોવાના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અને ગ્રાહકોને કલાકો સુધી લાંબી કતારોમાં રઝળવું પડી રહ્યું છે. હાલ કોરોના કાળમાં એક તરફ સરકાર સોશિયલ ડિસ્ટનસિંગ રાખવાનું કહે છે, તો બીજી તરફ આવી બેંકોમાં લોકોની કતારો લાગતી હોવાને લીધે કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉસે છે.

અન્ય સમાચારો પણ છે...