તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:શનિજયંતિએ હાથલાનું શનિમંદિર બંધ રહેશે

પોરબંદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
શનિજયંતિએ ભક્તજનો દર્શન નહીં કરી શકે. - Divya Bhaskar
શનિજયંતિએ ભક્તજનો દર્શન નહીં કરી શકે.
  • હાથલા ગામે આવેલા પૌરાણિક શનિદેવના મંદિરમાં દરવાજા નથી, મંદિર 24 કલાક ખુલ્લુ રહે છે : દિવસ- રાત દર્શન માટે ભક્તો આવે છે
  • 9મી સદીમાં બનેલા મંદિરમાં શનિદેવ હાથી ઉપર બિરાજમાન હોય તેવું એકમાત્ર મંદિર હાથલા ગામે આવેલું છે

પોરબંદરથી 27 કિમી દૂર હાથલા ગામે શનિદેવનું જન્મસ્થાન આવેલું છે. આ મંદિરની વિશેષતાએ છે કે, ભારતમાં એકમાત્ર એવું મંદિર છેકે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન છે. આ મૂર્તીવાળા શનિદેવની પૂજા અર્ચના કરવાથી દુ:ખ અને દારિદ્રતા દૂર થાય અને સુખ શાંતિ મળે છે. એટલે જ શનૈશ્વરી અમાસ અને શનિજયંતિના દિવસે અહીં શનિભક્તોની ભીડ જોવા મળે છે. પરંતુ આ વખતે પણ ગત વખતની માફક કોરોના વીલન બનતા આજે શનીજયંતીનાં દિવસે પણ હાથલાનું શનિમંદિર મંદિર બંધ રહેશે. સ્વર્ગને બદલે પૃથ્વી પર વસતા દેવોમાં શનિદેવની ગણના થાય છે.

કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથી ઉપર બિરાજમાન થઈને એક પીપળના વૃક્ષમાંથી હાથલા ગામે પ્રગટ થયા હતા. જે પ્રથમ એક મામા - ભાણેજની જોડીને દર્શન દેતા આ મામા - ભાણેજની જોડીએ અહીં શનિદેવનું મંદિર બનાવ્યું છે. 9 મી સદીમાં બનેલું આ મંદિર પૌરાણિક હોવાથી આ જન્મસ્મારકને પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યું છે. અહીં શનિદેવની સાથેસાથે સાડા સાતી અને અઢી વર્ષની પનોતી પણ બિરાજમાન છે.

દર વર્ષે શની જયંતીને દિવસે દેશભરમાંથી હજારો ભક્તજનો અહી શનીદેને રીઝવવાઅહી આવે પહોચે છે, પણ ગત વર્ષ અને આ વર્ષે પણ કોરોના મહામારીને લીધે સંક્રમણ ના ફેલાય તે માટે આજે શની જયંતીનાં દિવસે હાથલાનું આ શનીમંદિર ભક્તજનો માટે બંધ રહેશે, પૂજારી પરિવાર દ્વારા આરતી અને પૂજા રાબેતા મુજબ કરવામાં આવશે પરંતુ જાહેર જનતા ને માટે દર્શન બંધ રહેશે.

મંદિર બહાર આવેલા શનીકુંડમાં સ્નાન કરી ભક્તો ધન્યતા અનુભવે છે
હાથલા શનિમંદિરની બહાર શનિકુંડ આવેલો છે. આ શનિકુંડમાં સ્નાનની એવી લોકવાયકા છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા પાંડવો કૌરવો સામે ચોપાટ રમીને હારી ગયા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને કહ્યું કે તમારી ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે તેથી તમે પાંચેય ભાઈઓ શનિધામ હાથલા જઈને શનિકુંડમાં સ્નાન કરી, શનિદેવનું પૂજન - અર્ચન કરો જેથી શનિદેવ તમારા પર કૃપા વરસાવશે.

ત્યારબાદ પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન -અર્ચન કર્યા બાદ કુરૂક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજ્જારો શનિભક્તો શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

અન્ય સમાચારો પણ છે...