નિવૃત આર્મી જવાનનો દેશપ્રેમ:5 વર્ષથી યુવાનોને વિનામૂલ્યે ભરતીની શારિરીક તાલીમ આપી રહ્યા છે

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમા રહેતા હરીશભાઈ ડોડીયા ભારતીય સેનામાં ફરજ બજાવી હતી. અને ભારતીય સેનામાં 17 વર્ષ સેવા આપ્યા બાદ 2017મા નિવૃત થતા તેઓ પોતાના વતન પોરબંદર પહોંચ્યા હતા અને આ નિવૃત આર્મીમેને યુવાનોને નોકરી માટે ફિઝિકલ ભરતીની તૈયારી માટે તાલીમ આપવાનો નિર્ણય કર્યો હતો. નિવૃત આર્મીમેન હરીશભાઈ ડોડીયા છેલ્લા 5 વર્ષથી પોરબંદર સહિત રાજ્યના વિવિધ જિલ્લાના યુવાન યુવતીઓને જેવો કોઈ પણ ફિઝિકલ ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમને બિલકુલ નિશુલ્ક ટ્રેનિંગ આપી પોતાનો આર્મી નો અનુભવ શેર કરે છે.

છેલ્લા પાંચ વર્ષમાં હરીશ ડોડીયાના અનેક સ્ટુડન્ટ પાસ થઈ અને ઇન્ડિયન આર્મીમાં માતૃભૂમિની સેવા કરે છે. પેરામિલિટરી ફોર્સમાં સેવા આપે છે અને ગુજરાત પોલીસમાં પણ ફરજ બજાવી રહ્યા છે. હાલ પણ જે ગુજરાત પોલીસની ભરતી ચાલી રહી છે તેમાં છેલ્લા અઢી મહિનાથી માધવાણી કોલેજ ગ્રાઉન્ડ માં સર્વ જ્ઞાતિના બહેનો અને ભાઈ માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું. અત્યાર સુધી 25 બહેનો અને 10 ભાઈઓ ગુજરાત પોલીસ પીએસઆઇ અને કોન્સ્ટેબલનું રનિંગ સફળતાપૂર્વક પાસ કરી ચૂક્યા છે.

હરીશ ડોડીયાએ જણાવ્યું હતું કે, આજીવન પોતાનો આર્મીનો અનુભવ શેર કરી અને જે કોઈપણ વિદ્યાર્થીઓ ફિઝિકલ લક્ષી ભરતીની તૈયારી કરે છે તેમને એક પ્લેટફોર્મ પૂરું પાડી દેશસેવામાં પ્રામાણિકતાથી યુવાનો જોડાઈ તેવો ધ્યેય હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...