વ્યાજખોરનો ત્રાસ:3 લાખનાં 11.80 ચુકવ્યા છતાં વ્યાજખોરનો ત્રાસ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરનાં યુવાને ફિનાઇલ ગટગટાવી લીધી

પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતો અને ચાની હોટલ ચલાવતો રણમલ જીવાભાઈ ઓડેદરા નામના યુવાને પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાનેથી આ યુવાને જણાવ્યું હતું કે, 5 વર્ષ પહેલા આ યુવાન નોખો થયો હતો અને ધંધા માટે રૂ. 3 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા અને ચેક આપ્યો હતો.

આ શખ્સને કટકે કટકે રૂ. 3 લાખ 2 વખત ચૂકવ્યા હતા અને કુલ રૂ. 11, 80,000 ચૂકવી દીધા હતા પરંતુ શખ્સ પાસે ચેક હતા અને ચેકમાં રકમ ભરી ચેક બેંકમાં નાખ્યો હતો.ચેક રિટર્ન થતા નોટિસ મોકલાવી હતી. રૂપિયા ચૂકવી દીધા છતાં આ શખ્સ પરેશાન કરતો હોય જેથી આ યુવાને ફીનાઇલ પી ને આપઘાત નો પ્રયાસ કર્યો હતો. રૂપિયા ચુકવવામાં તેણે પોતાની ત્રણ દુકાનો અને એરડા ગામે આવેલ મકાન પણ વેચી નાખ્યું હતું. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની તજવીજ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...