પોરબંદર જીલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન ભક્તો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હનુમાન જયંતી પ્રસંગે શોભાયાત્રા, મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શહેરમાં આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે ભાવિકોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો, તેમજ અતિ પૌરાણિક મંદિરે ભજન કીર્તન સત્સંગ, હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ઉપરાંત સુદામા મંદિર પાસે આવેલ બાલા હનુમાન મંદિરે રક્તદાન કેમ્પ, આરતી, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. અને બાલા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતી પ્રસંગે ભવ્ય શોભાયાત્રાની સાથોસાથ અઢી લાખ લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોરબંદરના અનેક લોકો ઉમટી પડ્યા હતા.
આજરોજ ચૈત્ર સુદ પુનમ એટલેકે સમગ્ર દેશ અને વિશ્વમાં વસતા ભારતીયો હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને સમગ્ર મંદિરોમાં હનુમાનજીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે ઉપરાંત તેલ, આંકડાની માળા ચડાવવામાં આવે છે ત્યારે બગવદર થી 12 કિલોમીટર દૂર અને ભાણવડ તાલુકામાં આવેલ હાથલા ગામે શનિ જન્મ સ્થાને પણ શનિદેવના દર્શનાર્થે ભક્તોની ભીડ વહેલી સવારના 5:00 વાગ્યા થી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને શનિદેવના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.
આજે હનુમાનજી જન્મોત્સવ હોવાથી હાથલા સનીદેવ એ વહેલી સવારથી ભક્તો શનિ કુંડ માં થી ઇલેક્ટ્રિક મોટર દ્વારા બહાર બાથરૂમ ઉપર ટાંકીમાં પાણી ભરી સ્નાન કરી અને શનિદેવની પૂજા કરવામાં આવી ઉપરાંત ધાર્મિક માન્યતા મુજબ જે કોઈને શનિદેવની નાની કે મોટી પનોતી હોય તેઓ જે કપડા અને બુટ ચંપલ પહેરીને આવે છે તે સ્નાન કરી તે જગ્યાએ કપડાને બુટ ચંપલ નો ત્યાગ કરી નવા કપડા અને બુટ ચંપલ ધારણ કરે છે ત્યારબાદ શનિદેવના દર્શન કરી પનોતી માં રાહત મળે તેવી પ્રાર્થના કરે છે વધુમાં આ શનિદેવના મંદિરે મહિલાઓ પણ ગર્ભગૃહમાં પૂજા કરી શકે છે કારણ કે અહીં ભગવાન શનિદેવ નું જન્મ સ્થાન હોવાથી શનિદેવ બાળ સ્વરૂપે બિરાજતા હોવાથી મહિલાઓ ગર્ભગૃહમાં દર્શન કરી શકે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.