મેઘતાંડવ:પોરબંદર જિલ્લામાં અડધાથી 1 ઇંચ વરસાદ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદર નદી ભર થતા અને ડેમોમાંથી છોડવામાં આવતા પાણીને લીધે પોરબંદરની ખાડીના પાણીનું સ્તર પણ ઉંચુ આવી રહ્યુ છે - Divya Bhaskar
ભાદર નદી ભર થતા અને ડેમોમાંથી છોડવામાં આવતા પાણીને લીધે પોરબંદરની ખાડીના પાણીનું સ્તર પણ ઉંચુ આવી રહ્યુ છે
  • અવિરત વરસાદથી ધરતીપૂત્રો ચિંતીત બન્યા

પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ઝાપટાંરૂપે વરસાદ ચાલુ રહેતા સમગ્ર જીલ્લામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉપરવાસમાં છોડવામાં આવેલા પાણીને લીધે પોરબંદર જીલ્લાના નદી-નાળા અને અનેક ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.

પોરબંદરની ખાડીમાં પાણીનો ભરાવો થયો
પોરબંદર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા દરરોજ ઝાપટાંરૂપી વરસાદ વરસાવી રહ્યા છે. ગઇકાલ સાંજથી આજ સાંજ સુધીમાં ઝાપટારૂપે વરસાદ વરસાવાનું ચાલુ રહેતા કુતિયાણા તાલુકામાં ૯ મીમી, પોરબંદર તાલુકામાં ૧૯ મીમી અને રાણાવાવ તાલુકામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના ઘેડ અને બરડા પંથકમાં પણ વરસાદ વરસવાનું ચાલુ રહેતા ખેતરોમાં ભરાયેલા પાણીથી ધરતીપૂત્રો ચિંતામાં મૂકાઇ ગયા છે. આ સાથે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનો મોસમનો કુલ વરસાદ ૫૮ ઈંચ, પોરબંદર તાલુકામાં ૪૯ ઈંચ અને કુતિયાણા તાલુકામાં ૫૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને લીધે જીલ્લાના નદી-નાળા છલકાઇ રહ્યા હોવાથી અનેક ગામોમાં અને ખેતરોમાં પાણી ભરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...