કાર્યવાહી:24 કલાકમાં દેશી દારૂના અધધ 27 કેસ નોંધાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની
  • 8 શખ્સો​​​​​​​ નશો કરેલી હાલતમાં ઝડપાયા

ગુજરાતભરમાં દારૂબંધી માત્ર નામની રહી ગઇ છે. ક્યાંકને ક્યાંક તંત્રની આંખ હેઠળ દારૂની બદી ચાલી રહી હોય તેવું સાબીત થઇ રહ્યું છે. રોજ બરોજ પ્રોહિબીશનના કેસની સંખ્યા તે વાતની સાબીતી પુરવાર કરે છે. પોરબંદર જિલ્લામાં દેશી દારૂની રેલમછેલ હોય તેમ દારૂનું વેચાણ કરતા શખ્સોને પોલીસી કોઇ બીક ના હોય તેમ તેનું ઉત્પાદન કરતા હોય છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના 27 કેસ નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યું છે.

જિલ્લાભરમાંથી દારૂની દુષણ ડામવા પોલીસે કમર કસી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 27 જેટલા ગુન્હા નોંધવામાં આવ્યા છે. પોલીસે જિલ્લામાંથી 8 શખ્સોને નશો કરેલી હાલતમાં તથા અલગ અલગ 19 વિસ્તારોમાંથી 114 લીટર દેશી દારૂ તથા 3 જગ્યાએથી દેશી દારૂ બનાવવા માટેનો 95 લીટર આથો ઝડપાયો હતો. જીલ્લાભરમાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ કરી દારૂની બદી દૂર કરવા વધુ પ્રયાસ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

કુતિયાણામાંથી વિલાયતી દારૂની 5 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો
કુતિયાણાના ચૌટા ચેક પોસ્ટ પાસેથી પોલીસે 1 યુવક પાસેથી ગઇકાલે રાત્રીના સમયે વિલાયતી દારૂની 4 સીલપેક તથા 1 અધુરી બોટલ સાથે 1 શખ્સોને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા નજીકના ચૌટા ચેક પોસ્ટ પરથી ગઇકાલે રાત્રીના સમયે પોલીસે બોખીરા ગામના શ્રીરામ પાર્કમાં રહેતા નર્મદ અરભમભાઇ ઓડેદરા નામના 38 વર્ષીય યુવકને વિલાયતી દારૂની 4 સીલપેક તથા 1 અધુરી બોટલ કિંમત રૂ. 5350 સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. એચ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...