કોરોના ઇફેક્ટ:ધાર્મિક સ્થળોએ ગુરુપૂર્ણિમાની ઉજવણી રદ કરાઈ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાના અલગ અલગ ધાર્મિક સ્થળોએ ગુરુપૂર્ણિમાના કાર્યક્રમની ઉજવણીનું આયોજન રદ કરવામાં આવ્યું છે. સુકાળા તળાવ ખાતે અને શીરોડા ધામ વીર ભગતની જગ્યા સહિત ભોઈ સમાજ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આજે તારીખ 5 જુલાઇ રવિવારના દિવસે ગુરુપૂર્ણિમા છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરાતી હતી. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે જાંબુવંતી ગુફામાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જાંબુવંતી ગુફા ખાતે સરકારના નિયમોનું પાલન કરીને મર્યાદિત સમય માટે સેવકોને જ પ્રવેશ મળશે.

અન્ય સમાચારો પણ છે...