માંગ:ગુંદાળી પ્રાથમિક શાળામાં બે મહિનાથી મધ્યાહન ભોજનનું બિલ પાસ થયું નથી

પોરબંદર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખે મામલતદારને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં આવેલ માધવપુર પાસે ગુંદાળી ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા બે મહિનાથી મધ્યાહન ભોજનનું બીલ પાસ કરવામાં આવ્યું નથી. જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાની ટીમ ગુંદાળી ગામે પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચી હતી અને ત્યાં શાળાનું નિરિક્ષણ કરતા ખૂબ જ ગંદકી હોવાનું સામે આવ્યું હતું.

સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં શૌચાલયો સહિત શાળાના કમ્પાઉન્ડમાં ગંદકીના ગંજ ખડકાયેલા હોવાથી નાના ભુલકાઓના આરોગ્ય પણ જોખમાઇ રહ્યા છે ત્યારે આ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનનું બીલ બે માસથી પાસ કરવામાં ન આવ્યું હોવાથી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ મામલતદારને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...