તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ભય:માંડ કોરોના કાબૂમાં આવ્યો ત્યાં બગવદરમાં ગુજરી બજાર શરૂ !

બગવદર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરી બજારમાં ટોળે વળતા લોકો ફરી કોરોનાને આમંત્રીત કરે તેવો ભય

પોરબંદર જિલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો હતો અને સંક્રમણનું પ્રમાણ બુલેટ ગતિએ વધી રહયું હતું જેને પગલે સરકારે રાત્રી કર્ફયુ, લોકડાઉન જેવા નિયમો બનાવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયા હતા. જેના પગલે કોરોનાનું સંક્રમણ કાબુમાં આવતા લોકોને માંડ–માંડ રાહત મળી છે.

તેમ છતાં હજું કોરોના ફેલાઈ શકે તેવી પૂરેપૂરી ભીતિ હોવાથી ગુજરી બજાર, થીયેટર, સ્વીમીંગ પૂલ, જીમ શરૂ કરવા સામે પ્રતિબંધ હોવા છતાં બગવદર ગામના મોઢવાડા રોડ ઉપર દર શુક્રવારે ભરાતી ગુજરી બજાર આજ થી ચાલુ થઈ જતા ખરીદી માટે લોકો સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલી ભેગા થઈ રહયા છે ત્યારે આવી ગુજરી બજારો ભરાશે તો ફરી કોરોનાનો વિસ્ફોટ થાય તેવો ભય ઝળુંબી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...