પરીક્ષા શાંતિપૂર્ણ યોજાઈ:પોરબંદરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ, 21 છાત્ર ગેરહાજર

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરમાં 2 કેન્દ્ર ખાતે પરીક્ષા લેવામાં આવી, 369 છાત્રાએ પરીક્ષા આપી

પોરબંદરમાં 2 કેન્દ્ર ખાતે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લાના કુલ 390 છાત્ર નોંધાયા હતા.

પોરબંદર ખાતે આવેલ સાંદીપની સ્કૂલ 1 અને 2 કેન્દ્ર ખાતે આ પરીક્ષા યોજાઈ હતી. 2 કેન્દ્રના 22 બ્લોકમા પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં રસાયણ અને ભૌતિક પેપરમાં કુલ 390 છાત્રો માંથી 21 ગેરહાજર અને 369 છાત્રોએ પરીક્ષા આપી હતી.

બાયોલોજીમાં કુલ 253 છાત્રો માંથી 15 ગેરહાજર રહયા હતા તેમજ ગણિતના પેપરમાં 138 છાત્રો માંથી 5 ગેરહાજર અને 133 છાત્રોએ હાજર રહી પરીક્ષા આપી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...