કાર્યક્રમ:ગુજરાત યુવા ભાજપના અધ્યક્ષ પોરબંદરની મુલાકાત લીધી

પોરબંદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો સાથે ચા સાથે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત યુવા ભાજપના અધ્યક્ષ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ યુવાનો સાથે ચા સાથે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

પોરબંદરમા ગુજરાત યુવા ભાજપના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ આવ્યા હતા. ત્યારે પોરબંદર શહેર યુવા ભાજપની ટિમ દ્વારા યુવાનો માટે એક ચા સાથે ચર્ચાના કાર્યક્રમ નું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમ માં પોરબંદર જિલ્લા ભાજપના કિરીટ ભાઈ મોઢવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, ભીમભાઇ ઓડેદરા, અજય બાપોદરા, જિલ્લા યુવા ભાજપ પ્રભારી સુરપાલસિંહ ચુડાસમા સહિતનાઓ હાજર રહ્યા હતા. સૌએ ચા પીતા પીતા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોરબંદર યુવા ભાજપના કાર્યકરોએ જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...