ક્રિકેટ જંગ જામશે:ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી હવે વેસ્ટ ઝોનની ટીમમાં કેપ્ટન શીપ કરશે

પોરબંદર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટી 20 વ્હીલચેર ક્રિકેટ ઝોનલ ટૂર્નામેન્ટ શરૂ, તા. 11 થી 14 સુધી ઈન્દોર ખાતે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, અને સેન્ટ્રલ ઝોન વચ્ચે ક્રિકેટ જંગ જામશે

ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટી હવે વેસ્ટ ઝોનની ટીમની કેપ્ટન શીપ પણ કરશે. ટી 20 વ્હીલચેર ક્રિકેટ ઝોનલ ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. તા. 11 થી 14 સુધી ઈન્દોર ખાતે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, અને સેન્ટ્રલ ઝોન વચ્ચે ક્રિકેટ જંગ જામશે.ઝોનલ ટૂર્નામેન્ટ એટલે ત્રણ ચાર રાજ્ય મળી ને એક ટિમ બનતી હોય છે. અને ઝોનલ ટીમનુ સિલેક્શન ખેલાડીઓના પરફોર્મન્સને ધ્યાનમા રાખીને નેશનલ સિલેક્શન કમીટી કરતી હોય છે. વેસ્ટ ઝોન ની ટિમ મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યની ટિમો માથી એક ટિમ બનતી હોય છે.

ગુજરાત માટે ગૌરવ ની વાત એ છે કે ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન અને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી ભીમા ખૂંટી વેસ્ટ ઝોનની ટીમ ની કેપ્ટનશીપ પણ સંભાળશે. ભીમા ખૂંટીએ હાલ માજ માત્ર 54 બોલમા સદી ફટકારીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દેશ વીદેશ મા પોતાના કાંડાનું કૌવત બતાવી ને ગુજરાત તથા ભારતનુ નામ રોશન કર્યું છે.આ શરૂ થઈ રહેલી ઝોનલ ટૂર્નામેન્ટ માટે ભીમા ખૂંટી તેમજ વેસ્ટ ઝોનની ટીમ ને શુભેરછાઓની વર્ષા વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...