તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા કઠોળની જણસ 75 કિલોની બોરીમાં ભરાવાય છે

પોરબંદર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ

પોરબંદરમાં ગુજરાત રાજ્ય બીજ નિગમ અને પ્રમાણિક એજન્સીના નિયમમાં સુધારો કરવા અંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ હતી.

પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરા અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મંજુબેન કારાવદરાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખરીફ,રવિ ઉનાળાની સીઝનમાં કઠોળ પાકના પોગરામ આપવામાં આવે છે જેમાં કઠોળ ઉત્પાદન થયેલ તૈયાર જથ્થાને 75 કેજીના પેકિંગમાં ભરવાનું જણાવવામાં આવે છે જેના લીધે 75 કેજી પેકિંગને ગાડીઓમાં ચઢાવવામાં ઉતારવાની મજૂરી પ્રોગ્રામ લેનાર ખેડૂતોને વધુ ચૂકવવી પડે છે. આ સિવાય દરેક ખેડૂતો કે મજુર 75 કેજીનું પેકિંગ ફેરવી શકે તેમ ન હોય અને આ ભરતી 50 કેજી કરવા બીજ નિગમને સુચના આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. ઉપરાંત બીજ પ્રમાણીક એજન્સી દ્વારા ચણાના પાક ઉત્પાદન એકર દીઠ મહત્તમ 600 કેજીનું ગણવામાં આવે છે પણ ચણાનું એકર દીઠ 100 કેજી જેવું ઉત્પાદન આવતું હોય પ્રોગ્રામ લેનાર ખેડૂત વધારામાં મહા મહેનતે સારી કોલેટીનો ફાઉન્ડેશન કે સર્ટીફાય જથ્થો બજારમાં વેચવો પડે છે. ઉત્પાદકને તથા નિગમ, ગુજકોમાસોલ કે અન્ય બીયારણના પ્રોગ્રામ આપતા એકમોને બિયરનો જથ્થો ઓછો મળે છે. જેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા નવા સંશોધન સારા બીયારણના લીધે પાક ઉત્પાદન સારા મળે છે તો આ અંગે યોગ્ય સુચના આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો