પોરબંદરમાં કોંગ્રેસના અગ્રણી અર્જુન મોઢવાડીયાએ રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી એવું જણાવ્યું છે કે ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને બદલીનો લાભ આપવો જોઈએ. સરકારે રાજ્યભરમાં અનુદાનિત ચાલતી ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં પહેલા સંચાલિત મંડળોથી શૈક્ષણિક સ્ટાફની ભરતી કરી હોય, જેમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદોના આધારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકારે પારદર્શક અને મેરીટ આધારિત ભરતી કરી ઉમેદવારનું જીવન સુધારવા માટે કેન્દ્રીય ભરતી પદ્ધતિથી તૈયાર કરી હતી.
જેને ગુજરાતમાં અમલ કરવામાં આવી હતી પરંતુ ગુજરાતમાં હજુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને બદલીનો લાભ અપાતો નથી. શિક્ષકોની ભરતી માટેની કેન્દ્રીય પદ્ધતિ શિક્ષકોની બદલી સંબંધિત નિર્ણયને રાજ્ય સરકારો ઉપર છોડવામાં આવે છે. જેથી ગુજરાતમાં ઘણા બીજા સ્વતંત્ર એકમ અને નિગમોમાં બદલીનો લાભ અપાતો નથી. કેટલાક શિક્ષકોને વતનથી ૭૦૦ કિલોમીટર દૂર નોકરી કરવી પડે છે. અને નિવૃત્તિ સુધી વતનથી દૂર રહેવું પડે છે. શિક્ષકોની રજૂઆતને ધ્યાને લઇ બદલીનો લાભ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.