સન્માન:મેન્ટલ હેલ્થની શ્રેષ્ઠ કામગીરી બદલ રેડક્રોસને રાજ્યપાલના હસ્તે એવોર્ડ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાર્ષિક સાધારણ સભામાં એવોર્ડ આપી સન્માનિત કરાયા

પોરબંદર રેડ ક્રોસ સોસાયટીને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત કરી મેન્ટલ હેલ્થની પ્રશંસનીય કામગીરી માટે સન્માન અપાયું છે. ગુજરાત રાજ્ય રેડક્રોસ શાખાની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યપાલે એવું જણાવ્યું હતું કે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓએ માનવ કલ્યાણનું મિશન જીવન સાથે જોડ્યું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય શાખા છે. રાજ્યમાં દરેક જીલ્લામાં અને 79 તાલુકામાં રેડક્રોસનું વિશાળ નેટવર્ક છે.

રેડક્રોસ દ્વારા સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય ક્ષેત્રે તેમજ આફતના સમયમાં અનેક સેવા પૂરી પાડે છે. અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી રક્ત એકત્રિત કરવામાં આ શાખા દેશમાં મોખરાનું સ્થાન ધરાવતી હોવાનું રાજ્યપાલે જણાવ્યું હતું. આ સંસ્થાનું ગાંધી ભૂમિમાં મહત્વનું યોગદાન છે ત્યારે સાત સિદ્ધાંતોથી અનેક લોકોને સંસ્થા મદદરૂપ બને છે. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પોરબંદરની શાખા દ્વારા મેન્ટલ હેલ્થની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ ભય મુક્ત બને સહિતના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યપાલના હસ્તે વાર્ષિક સાધારણ સભામાં ઓન સેક્રેટરી અકબરભાઈ સોરઠીયાને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...