તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:પોરબંદરની સરકારી, ખાનગી હોસ્પિટલો હજુ પણ ફૂલ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં મોકર ગામે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું - Divya Bhaskar
પોરબંદરમાં મોકર ગામે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું
  • પોરબંદર શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 429 બેડની સુવિધા છે
  • છેલ્લા 24 કલાકમાં 478 કોરોના ટેસ્ટ થયા : 43 દર્દી પોઝિટીવ

પોરબંદરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કોરોના દર્દીઓ માટે કુલ 429 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે અનેક દર્દીઓ સારવાર કરાવીને સાજા થઈ રહ્યા છે તો ઘણાખરા દર્દીઓ મૃત્યુ પામ્યા છે પરંતુ તેમ છતાં નવા દર્દીઓની સંખ્યામાં વધારો થવાને લીધે તમામ હોસ્પિટલોમાં ખાટલા ખાલી થવાનું નામ લેતા નથી.કોરોનાના લક્ષણો અને લંગ ઇન્વોલ્વેમેંટ ધરાવતા દર્દીઓની સંખ્યા વધુ આવી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દી અને કોરોના લક્ષણો ધરાવતા હોય પરંતુ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવા અનેક દર્દીઓ હોમ આઇસોલેશન તેમજ જીલ્લામાં કોવિડ કેર સેન્ટરોમાં સારવાર લઈ રહ્યા છે તો અનેક દર્દીઓની તકલીફ વધી જતાં તેમણે હોસ્પિટલોમાં ખસેડવા પડી રહ્યા છે.

જેને લીધે પોરબંદરની સરકારી હોસ્પિટલના 300 અને ખાનગી હોસ્પિટલોને 129 મળી કુલ 429 બેડ દર્દીઓથી ભરાયેલા રહે છે. પોરબંદરમાં સરકારી હોસ્પિટલ 300 અને ખાનગી હોસ્પિટલમાં 37 ઓક્સિજન બેડ છે તે પણ દર્દીઓથી ભરાયેલા છે, જિલ્લાની હોસ્પિટલોમાં 22 વેન્ટિલેટર 27 બાય પેપ મશીન દર્દીઓથી રોકાયેલા છે. અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 2739 દર્દીઓને દાખલ કરાયા છે, અત્યારે સુધીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 165 દર્દીઓના મોત નિપજ્યાં છે અને હાલ કુલ 429 દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

જેને લીધે પોરબંદરનું મેડિકલ તંત્ર રોકાયેલું રહે છે, એક રીતે કહીયે તો ધ્વસ્ત થઈ ગયું છે. હજુ પણ અનેક દર્દીના સગા-વહાલા પોતાના સ્વજનને હોસ્પિટલમાં બેડ મળે, ઓક્સિજન બેડ મળે, હાઇફ્લો ઓક્સિજન મળે, બાયપેપ મશીન અને વેન્ટિલેટરની સુવિધા મળે તે માટે કાકલૂદી કરવાથી લઈ ને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો અનેક દર્દીઓને રાજકોટ અને અમદાવાદ સ્વજનો દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 478 શંકાસ્પદ દર્દીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જેમાથી 43 દર્દી પોઝિટિવ આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1954 થઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1713 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને પોરબંદર જિલ્લામાં 91 તથા અન્ય જિલ્લા અને રાજ્ય સાથે 47 મળીને કુલ 138 લોકોનું કોરોના ને લીધે સરકારી ચોપડે મૃત્યુ નોંધાયું છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 144751 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પોરબંદરમાં મોકર ગામે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું
રાણાવાવ તાલુકાના મોકર ગામે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયું છે. હાલ અહી 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સેન્ટરમાં 1 ડોક્ટર અને 2 નર્સ કોવિડના દર્દીઓની સારવાર કરે છે. અબોટી બ્રહ્મ સમાજ દ્વારા ચલાવવામાં આવતા સેન્ટરમાં 16 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાના 10 બેડમાં ઓક્સિજનની સુવિધા મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મોકર ગામના આ કોવિડ કેર સેન્ટરમાંથી સારવાર મેળવી 30 થી 35 જેટલા દર્દીઓ પોતાના ઘેર સ્વસ્થ થઈ પરત ફર્યા છે અને 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...