લો-પ્રેસર:અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશર પર GMBની નજર, એક અન્ય લો-પ્રેસર પણ સર્જાયું, તેનુ ફોરમેશન થયુ નથી

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં  ઓમાનની નીચે સર્જાયેલ લો-પ્રેસરના લીધે ગુજરાતના તમામ બંદરો તેના બાજ નજર રાખી રહ્યા છે. એક અન્ય લો-પ્રેસર પણ સર્જાયુ છે પરંતુ હજુ સુધી તેનુ ફોરમેશન થયુ નથી.

ઓમાનની નીચે સર્જાયેલુ લો-પ્રેસરમાંથી ડીપ-ડિપ્રેશન સર્જાઇ અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે કે કેમ ? તેમજ જો વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તે કઇ દિશામાં ફંટાશે  ?  તે અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મેરીટાઇમ બોર્ડ દ્વારા સમુદ્ર કિનારે વસેલા પોરબંદર સ્થિત મેરીટાઇમ બોર્ડની કચેરીના અધિકારીઓને પણ સાબદા કરી ડીપ-ડિપ્રેશન પર વોચ રાખવાનું જણાવવામાં આવ્યુ છે, તેમજ અરબી સમુદ્રમાં સર્જાઇ રહેલું એક અન્ય ડીપ-ડિપ્રેશન કે જેનું હજુ ફોરમેશન થયુ નથી તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...