આવનારી વિધાન સભાની ચૂંટણીમાં પોરબંદરમાં ખારવા સમાજના વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેવી ત્રણેય રાજકીય પક્ષોને ખારવા ચિંતન સમિતિ દ્વારા અનુરોધ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજાશે ત્યારે પોરબંદરના ખારવા ચિંતન સમિતિ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને લેટર લખવામાં આવ્યો છે જેમાં પોરબંદરમાંથી ખારવા સમાજના વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેવો અનુરોધ કર્યો છે. વધુમાં જણાવ્યું છેકે, પોરબંદરમાં 50 થી 60 હજાર જેટલા ખારવા સમાજના મતદારો છે તેમજ અન્ય સમાજનૂ પણ સમર્થન મળેલ છે.
રાજકીય પક્ષો ખારવા સમાજને ટીકીટ આપશે તો ચોક્કસ પણે સફળતા મળે તેમ છે જેથી ખારવા સમાજને ટીકીટ આપવા આવે તેવી ખારવા ચિંતન સમિતિના નવ નિયુક્ત પ્રમુખ વિનુભાઈ બાદરશાહી એ રાજકીય પક્ષોના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી અનુરોધ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.