માંગ:અમારા પરિવારજનો ભૂખે મરેે એ પહેલાં રોજીરોટી આપો, ખાણીપીણીની રેકડીના ધંધાર્થીઓ દ્વારા જાહેર હિતની અરજી કરાઇ

પોરબંદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં જાહેર હિત અને રોજગારી સબબ ખાણી પીણી ની રેંકડી કેબીનો ના ધંધાર્થીઓ દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરી જણાવવામાં આવ્યું છે કે પરિવાર ભૂખે મરે તે પહેલા લારી કેબીનોને પૂનઃ શરૂ કરવા  પરવાનગી આપો. પોરબંદરના ચોપાટી પાસે ચાઈનીઝ કેબીન ધારક બાવન કાનાભાઈ બાદરશાહી એ જિલ્લા મેજીસ્ટ્રેટ ની કોર્ટમાં જાહેરહિત અને રોજગારી સબબ અરજી કરી છે, જેમાં તમામ રેકડી કેબીન ધારકો વતી જણાવ્યુ છે કે, પોરબંદરમાં કોરોનાને પગલે લોકડાઉન જાહેર થતા  2 માસથી પણ વધુનો સમય થી લારી કેબીન બંધ છે, લોકડાઉન 4માં ધીરે ધીરે દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ ખાણી પીણી ની રેંકડી કેબીનો બંધ છે. મોટાભાગના ખાનપાન ના વ્યવસાયો માં પાર્સલ સિસ્ટમથી વેચાણ ને છૂટ છે, ત્યારે રેંકડી કેબીન ધારકો પણ ગાઈડ લાઈન મુજબ પાર્સલ સિસ્ટમથી વ્યવસાય કરવા માંગે છે, અમારા પરિવારનું ગુજરાન પૂનઃ સ્થાપિત થાય અને અમારા પરિવારને તકલીફ ન પડે તે માટે અમારા વ્યવસાય પૂનઃ શરૂ થાય તેવો યોગ્ય હુકમ કરવા રજુઆત કરી છે, અને જો અઠવાડિયામાં વ્યવસાય શરૂ કરવા ની છૂટ નહિ મળે તો ન્યાય ના દ્વાર ખખડાવવા પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...