માંગણી:પોરબંદર છાંયા પાલિકાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મીઓને રોજમદારી આપો

પોરબંદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવેડો નહીં આવે તો 175થી વધુ કર્મી તા. 24થી હડતાલ પર ઉતરી જશે

ગુજરાત સફાઈ કામદાર મહામંડળના નેજા હેઠળ પોરબંદર ખાતે પોરબંદર છાયા પાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ સફાઈ કર્મીઓની મિટિંગ મળી હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે એવું જણાવ્યું હતું કે કોન્ટ્રાકટ બેઇઝ કામદારોને રોજમદાર તરીકે નહિ લેવામાં આવે તો હળતાલ પર ઉતરી જવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજના પ્રમુખ દિલીપભાઈ વાધેલાના જણાવ્યા મુજબ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાધેલાએ જણાવ્યું હતુંકે પોરબંદર છાયા પાલિકા દ્વારા ઘણા વર્ષોથી નિયમ વિરુદ્ધ ખાનગીકરણ કરી સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

હાઇકોર્ટ દ્વારા ઓરલ ઓર્ડરનો સૈદ્ધાંતિક સ્વીકાર કરી તમામ પાલિકાઓમાં સફાઈ કામગીરીના આઉટસોર્સિંગને સ્થગિત કરવામાં આવેલ છે આમછતાં પોરબંદર છાયા પાલિકામાં સફાઈ કામગીરીની કોન્ટ્રાકટ પ્રથા ચાલુ રાખવામાં આવી છે. કોન્ટ્રાકટ પરના સફાઈ કર્મીઓને લઘુતમ વેતન કરતા પણ ઓછું વેતન ચૂકવવામાં આવે છે.

શહેરની કોન્ટ્રાકટ પ્રથા તાકીદે નાબૂદ કરી લેબર કોન્ટ્રાકટ એકટના કાયદાને અનુસરી કોન્ટ્રાકટ પરના તમામ સફાઈ કામદારોને સીધા પાલિકા હસ્તક સમાવેશ કરવા માંગ કરી છે અને જો કાયમી નિમણુંક કરવામાં નહિ આવે તો તા. 24/6 થી સફાઈ કામગીરી બંધ કરી 175થી વધુ કર્મીઓ પાલિકા સામે હડતાલ પર ઉતરશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...