ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર પોરબંદરની મુલાકાતે:ખર્ચના દેખરેખ માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની જાણકારી મેળવી; માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી–2022 સંદર્ભે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા પોરબંદર જિલ્લાના 83-પોરબંદર અને 84-કુતિયાણા વિધાનસભા મતવિભાગ માટે ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતાભ શાહની નિમણુંક કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અમિતાભ શાહે આજે પોરબંદરની મુલાકાત લઇ પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અશોક શર્મા, નોડલ ઓફિસર ખર્ચ મેનેજમેન્ટ અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ અધિક્ષક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર પોરબંદર જિલ્લામાં ખર્ચના દેખરેખ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી હતી.

ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ સંદર્ભે કરવાની થતી કાર્યવાહીના અનુસંધાને જિલ્લાની પૂર્વતૈયારી અને આયોજન બાબતે જાણકારી મેળવી ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગે ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીની વખતોવખતની સૂચનાઓ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની માર્ગદર્શિકા (સપ્ટેમ્બર-2022) મુજબ કરવાની થતી કાર્યવાહી પરત્વે માર્ગદર્શન આપી આ સંદર્ભે તાલુકા -વિધાનસભા મતવિભાગ વાઇઝ રચવામાં આવેલફલાઇગ સ્કવોર્ડ ટીમ (FST), સ્ટેટીક સર્વેલન્સ ટીમ(SST), વિડીયો સર્વેલન્સ ટીમ(VST),વિડીયો વ્યુઇંગ ટીમ(VVT), એકાઉન્ટીંગ ટીમ(AT) વગેરે ટીમોને માહિતગાર કરવા સુચના આપવામાં આવી હતી.

ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા મતદારો-નાગરિકો ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવેલ C-Vigil App અને ટોલ ફ્રી નંબર 1950નો મહત્તમ ઉપયોગ કરી ચૂંટણી સંબંધિત ગેરરીતિ સામે ફરિયાદો સરળતાથી કરી શકે તે માટે C-Vigil App અને ટોલ ફ્રી નંબર–1950નો મહત્તમ પ્રચાર-પ્રસાર કરવા જણાવાયું હતું. ખર્ચ ઓબ્ઝર્વરના મોબાઈલ ઉપર પણ સંપર્ક કરી ખર્ચ અંગે રજૂઆત કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...