પોરબંદર તથા માધવપુર ખાતે જિલ્લા કલેક્ટરે બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યા બાદ કલેક્ટર અશોક શર્માએ દેવડા હાઇસ્કુલમાં આસપાસના બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તથા બોર્ડની પરીક્ષામાં સફળતા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રશ્નોત્તરી કરી હતી. બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન સાથે જીવનલક્ષી બોધ આપ્યો હતો. વિધાર્થીઓને મનન અને ધ્યાનના પ્રેક્ટિકલ પ્રયોગો પણ કરાવી પરીક્ષામાં સફળતા સાથે ઉત્તમ જીવનની શુભકામના પાઠવી હતી.
આ તકે કલેક્ટરે દેવડા ખાતે પોતાના પ્રાથમિક અભ્યાસકાળના ત્રણ શિક્ષકોની ગુરુવંદના કરી એમના આશીર્વચન લીધા હતા. કલેક્ટર થયા પછી પણ કોઇ જીવનલક્ષી માર્ગદર્શન આપનાર મળે એ સદભાગ્ય ગણાવી બાળવયના સંસ્મરણો તાજા કર્યા હતા. આ તકે કલેક્ટરને ગુરુજનોએ આશીર્વચન પાઠવ્યા હતા. કે દેવડા ગામની મુલાકાત વખત કલેક્ટરે જે ગુરૂજનો પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેવા ભૂતપૂર્વ ગુરૂજનોને યાદ કર્યા હતા. તે બદલ અમો ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.
વધુમાં તેઓએ જીવનમાં સત્યને હંમેશા સાથે રાખવા, માતા-પિતા અને ગુરૂજનોને માન આપવા, વડીલો પ્રત્યે વિનય અને વિવેક પૂર્ણ વર્તવા, નાત-જાતથી પર રહી સમગ્ર માનવજાત પ્રત્યે સહાનુભૂતિ રાખવા, અહંકારથી દુર રહી નિષ્ઠાપૂર્વક તમારી ફરજ બજાવવા, સાથી મિત્રો-કર્મચારીઓ પ્રત્યે સહકારની ભાવના કેળવી રાખવા, જીવનમાં જેનું પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રદાન છે તેવા વતન કે દેશને પ્રત્યેક ક્ષણે હૃદયમાં રાખવા, જે શ્રેષ્ઠ છે તે સમાજને સદાય આપતા રહેવા અને રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રવિકાસમાં સદા યોગદાન આપવા, સ્વાસ્થ્ય માટે સજાગ રહી વ્યસનોથી હંમેશા દુર રહેવા, સુસંસ્કારો સાથે ઉત્તમ નાગરિક બની પવિત્ર જીવનયાત્રા પસાર કરતા રહેવા આશીર્વચન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત પરીક્ષા આપે તે માટે શિક્ષણ વિભાગ તથા જિલ્લા તંત્ર દ્વારા કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.