ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક:પોરબંદર અને કુતિયાણા મત વિસ્તારમાં કાર્યરત નોડલ અધિકારીઓ પાસેથી વિગતો જાણી માર્ગદર્શન આપ્યું

પોરબંદર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાની વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર વૈભવ શ્રીવાસ્તવે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે ચૂંટણીના વિવિધ નોડલ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી સહિતના તમામ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ચૂંટણીની કામગીરી સૂચારું રીતે પાર પડે તે માટે અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું.

સંબંધિત અધિકારીને માર્ગદર્શન આપ્યું
​​​​​​​
જનરલ ઓબ્ઝર્વરે બંને વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારી પાસેથી પોલિંગ સ્ટાફ, મતદાન મથકમાં સુવિધા, પોસ્ટલ બેલેટ મતદાન અંગેની કામગીરી, દિવ્યાંગ મતદારો માટેની સુવિધા, જ્યાં અગાઉ ઓછું મતદાન થયું છે, ત્યાં આ વખતે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો, CVIGIL એપ મારફત આવેલી ફરિયાદો અને તેના નિકાલની વ્યવસ્થા, સ્ટાફને ટ્રેનિંગ, એમસીએમસીની કામગીરી અને તેની સમીક્ષા, આચાર સંહિતાના ભંગની ફરિયાદો અને તેના નિકાલની સમીક્ષા સહિત તમામ મુદ્દે માહિતી મેળવીને સંબંધિત અધિકારીને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં ખર્ચના ઓબ્ઝર્વર અમિતાભ શાહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...